ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં 72 કલાક કોલ્ડવેવની શક્યતા, વરસાદી ઝાપટાની પણ આગાહી

Text To Speech
  • નલિયામાં 7.6 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન
  • રાજ્યમાં લઘુતમ તાપમાન ઘટતા ઠંડી અનુભવાશે
  • અમદાવાદનું લઘુતમ તાપમાન 12થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ, પરંતુ હાલમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે.

રાજ્યમાં લઘુતમ તાપમાન ઘટતા ઠંડી અનુભવાશે

આગામી 72 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તોરોમાં કડકડતી ઠંડી પડી શકે છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં લોપ્રેસરને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે હળવા વરસાદી ઝાપટાં પડશે. જૂનાગઢ સહિત અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે તથા લઘુતમ તાપમાન ઘટતા ઠંડી અનુભવાશે.

નલિયામાં 7.6 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન

નલિયામાં 7.6 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવે આગામી બે દિવસ કોલ્ડવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં કડકડતી ઠંડી સાથે વરસાદી ઝાપટાની પણ આગાહી કરી છે.

અમદાવાદનું લઘુતમ તાપમાન 12થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી

અમદાવાદમાં 13.9 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. 27.7 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી ઘટ્યું હતું. આગામી 5 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 12થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની હવામાન વિભાગની આગાહી છે.

Back to top button