આસારામ બાપુને યૌન શોષણ કેસમાં મળ્યા 17 દિવસના પેરોલ, પુણેમાં કરાવશે સારવાર
- જોધપુરની જેલમાં હાલ આજીવન કેદની સજા ભોગવે છે બાપુ
- રાજસ્થાન હાઈકોર્ટે આપ્યા પેરોલ
જોધપુર, 10 ડિસેમ્બર : યૌન શોષણ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામ બાપુને રાજસ્થાન હાઈકોર્ટે 17 દિવસના પેરોલ આપ્યા છે. તેને સારવાર માટે આ પેરોલ આપવામાં આવ્યો છે, જેમાં હોસ્પિટલમાં સારવાર માટે 15 દિવસ અને મુસાફરી માટે 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આસારામ બાપુ મહારાષ્ટ્રના પુણે સ્થિત માધવ બાગ હોસ્પિટલમાં તેમની સારવાર કરાવશે. હાઈકોર્ટની ડબલ બેન્ચે આ પેરોલ મંજૂર કર્યા છે. પેરોલની શરતો અનુસાર આસારામ બાપુએ સારવાર માટે નિર્ધારિત સમયમાં પરત ફરવું પડશે.
આસારામ બાપુને 17 દિવસના પેરોલ મળ્યા છે
પેરોલ મળ્યા બાદ આસારામ બાપુ ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત થઈને પુણે જવા રવાના થશે. આ પહેલીવાર નથી જ્યારે આસારામ બાપુને સારવાર માટે પેરોલ આપવામાં આવ્યો હોય. આ પહેલા પણ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને મેડિકલ સુવિધાઓ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આસારામ બાપુને 2018માં સગીર વયના યૌન શોષણના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને હાલમાં તે જોધપુર જેલમાં બંધ છે. પેરોલના સમાચાર આવ્યા બાદ તેના પર અનેક ચર્ચાઓ થઈ રહી હતી.
પૂણેની માધવબાગ હોસ્પિટલમાં સારવાર લેશે.
મહત્વનું છે કે, આ પેરોલને મંજૂર કરતી વખતે રાજસ્થાન હાઈકોર્ટની ડબલ બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે આ પગલું સારવાર માટે લેવામાં આવ્યું છે અને તે સમયમર્યાદા મુજબ પૂર્ણ થવું જોઈએ. તે પેરોલનો કોઈ ગેરુપયોગ ન થાય તેની કાળજી લેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો :- અદાણી ગ્રુપની આ કંપનીએ રોકાણકારોને આપ્યું 118% સુધીનું વળતર, શું તમારી પાસે છે તે શેર