ટ્રેન્ડિંગનેશનલ

મુસાફરોથી ભરેલા ટાટા મેજિકને ટ્રકે મારી ટક્કર, 7 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ ; 13 ઘાયલ

લખનઉ, 10 ડિસેમ્બર: યુપીના હાથરસ જિલ્લામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. અહીં એક અનિયંત્રિત ટ્રકે મુસાફરોથી ભરેલા ટાટા મેજિકને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી લોકોને બહાર કાઢ્યા હતા. આ માર્ગ અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 13થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટાટા મેજિકમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો હાથરસના કુમરાઈ ગામથી એટાના નાગલા ઈમલિયા ગામ જઈ રહ્યા હતા. દરમિયાન આ અકસ્માત પોલીસ સ્ટેશન કોતવાલી હાથરસ જંકશન વિસ્તારના સલેમપુર પાસે થયો હતો.

ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે

હાથરસ જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ કુમારે પણ માહિતી મળ્યા બાદ મામલાની નોંધ લીધી છે. ઘટના અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ચાંદપા ગામ પાસે પીકઅપ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ત્રણ મહિલા, ત્રણ પુરૂષ અને એક બાળકનો સમાવેશ થાય છે. ઘાયલોમાં 6 લોકોને રેફર કરવામાં આવ્યા છે, જ્યારે 7 લોકોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી.  મૃતકોના મૃતદેહને પણ આગોતરી કાર્યવાહી માટે મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે ઘાયલોને પણ સારવાર આપવામાં આવી રહી છે. અને વાહન વ્યવહાર ખુલ્લો કરાયો હતો.

સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું

દુર્ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો છે. સીએમ યોગીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘હાથરસ જિલ્લાના મથુરા-કાસગંજ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવાર સાથે છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને રાહત કાર્ય ઝડપથી હાથ ધરવા અને ઘાયલોને યોગ્ય સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં શાંતિ અર્પે અને ઘાયલોને ઝડપથી સાજા કરે તેવી પ્રાર્થના છે.

આ પણ વાંચો :દિલ્હીના ઓટો ડ્રાઈવરો પર મહેરબાન કેજરીવાલ, દીકરીના લગ્ન પર 1 લાખ અને 10 લાખ રૂપિયાનો આપશે જીવન વીમો

Personal Loan લેવી છે, Online કે પછી બેંકમાંથી,જાણો કઈ સસ્તી પડશે?

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button