‘બેબી જોન’ જોવા શાહરૂખ ખાન પણ આતુર, જાણો ટ્રેલર જોઈ કોને શું કહ્યું?
- બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન વરુણ ધવનની એક્શનથી ભરપૂર ફિલ્મ બેબી જોન જોવા આતુર છે, તેણે ડિરેક્ટર, પ્રોડ્યુસર સહિતની ટીમને ખૂબ વખાણી છે
10 ડિસેમ્બર, મુંબઈઃ વરુણ ધવન તેની એક્શનથી ભરપૂર આગામી ફિલ્મ ‘બેબી જોન’ સાથે આવી રહ્યો છે. ‘જવાન’ના દિગ્દર્શક એટલીએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે, જે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. આ પહેલા મેકર્સે ‘બેબી જોન’નું અદ્ભુત ટ્રેલર રિલીઝ કર્યું હતું જેની ચારેય બાજુ પ્રશંસા થઈ રહી છે. ટ્રેલરમાં વરુણ ધવનના એક્શન પેક્ડ અવતારએ બધાના રુંવાડા ઊભા કરી દીધા છે. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પણ આ ફિલ્મ અને વરુણના વખાણ કરતા પોતાની જાતને રોકી ન શક્યા.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
કિંગ ખાને કર્યા વખાણ
બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન ફિલ્મના ટ્રેલર અને કલાકારોના અભિનયથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયો છે. તેણે સોશિયલ મીડિયા પર વરુણ ધવન, જેકી શ્રોફ, એટલી, અભિનેત્રી કીર્તિ સુરેશ અને અન્ય કલાકારોની પ્રશંસા કરી છે. તાજેતરમાં, બેબી જ્હોનનું ટ્રેલર જોયા પછી શાહરૂખ ખાને એક્સ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું છે, ખૂબ જ દમદાર ટ્રેલર છે. ખૂબ શાનદાર…હું ખરેખર ફિલ્મ જોવા બેતાબ છું. કલીસ (ફિલ્મના ડિરેક્ટર) બેબી જોન બિલકુલ તમારા જેવી છે, એનર્જી અને એક્શનથી ભરપૂર, એટલી આમજ આગળ વધતા રહો અને એક પ્રોડ્યુસરના રૂપમાં જીત મેળવતા રહો. લવ યૂ.
What an exciting trailer. Well done really looking forward to seeing the film….@kalees_dir your #BabyJohn is everything like u. Energetic and full of action. @Atlee_dir go forth and conquer now as a producer. Love u. @Varun_dvn I am so happy to see u like this, all tough.…
— Shah Rukh Khan (@iamsrk) December 9, 2024
SRKએ આગળ લખ્યું છે, વરુણ ધવન, તમને આવા રફ એન્ડ ટફ અવતારમાં જોઈને હું ખૂબ જ ખુશ છું. (જેકી શ્રોફ) જગ્ગુ દા તમે ખતરનાક લાગો છો. કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બીને શુભેચ્છાઓ. ફિલ્મ એક સંપૂર્ણ પેકેજ છે. સમગ્ર ટીમને શુભેચ્છાઓ.
Thank you, @iamsrk sir for your kind words and support for #BabyJohn. Your encouragement is fuel for every artist . 🙏❤️ Hope to make you proud bade bhaiya https://t.co/HclYBa5meo
— VarunDhawan (@Varun_dvn) December 9, 2024
વરુણે પણ શાહરૂખનો આભાર માન્યો અને X પર લખ્યું છે, શાહરુખ સર, તમારા સુંદર શબ્દો અને બેબી જ્હોન માટે સમર્થન માટે આભાર. તમારું પ્રોત્સાહન દરેક કલાકાર માટે મોટી વાત છે. આશા છે કે અમે તમને ગર્વ અપાવી શકીશું મોટા ભાઈ.
આ પણ વાંચોઃ સોનૂ નિગમે રાજસ્થાન CM પર નારાજગી વ્યક્ત કરી, કોન્સર્ટમાં ન આવવા કહ્યું, જાણો શું છે મામલો