Lookback 2024: બોલિવૂડના આ સિતારાઓએ દુનિયાને જ અલવિદા કહ્યું!
- 2024ના વર્ષમાં બોલિવૂડ જગતના કેટલાક કલાકારોએ આ દુનિયાને અલવિદા કહ્યું. ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને કલાજગત સાથે સંકળાયેલા આ લોકો આપણા દિલમાં હંમેશા જીવંત રહેશે
HD ન્યુઝ ડેસ્કઃ વર્ષ 2024 ભારતીય ફિલ્મ, ટીવી અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે દુઃખદ વર્ષ હતું, કારણ કે આ વર્ષે ( Year Ender 2024 ) આપણે ઘણા પ્રખ્યાત કલાકારો અને સંગીતકારોને ગુમાવ્યા. તેમની યાદો અને તેમનું યોગદાન હંમેશા આપણા હૃદયમાં જીવંત રહેશે. ચાલો જાણીએ એવા કલાકારો વિશે જેમણે 2024માં ( Good Bye 2024 ) આ દુનિયાને અલવિદા કહ્યું.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
ઉસ્તાદ રાશિદ ખાન
પ્રખ્યાત સંગીત ઉસ્તાદ રાશિદ ખાનનું 9 જાન્યુઆરી 2024ના રોજ કોલકાતામાં અવસાન થયું. તેઓ પ્રોસ્ટેટ કેન્સરથી મૃત્યુ પામ્યા અને તેઓ વેન્ટિલેટર પર હતા. આ 55 વર્ષીય સંગીતના જાદુગરને 2022માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમણે બોલિવૂડના ઘણા ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો અને ‘મંટો’, ‘ઈશ્કેરિયા’, ‘હેટ સ્ટોરી 2’ જેવી ફિલ્મોમાં ગાયેલા તેમના ગીતો આજે પણ યાદ કરવામાં આવે છે.
શ્રીલા મજુમદાર
65 વર્ષીય બંગાળી અને હિન્દી ફિલ્મ અભિનેત્રી શ્રીલા મજુમદારનું 27 જાન્યુઆરી 2024ના રોજ અવસાન થયું હતું. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ ‘પલાની’ હતી અને તેમણે ‘એક પલ’, ‘દામુલ’, ‘ખંધાર’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
સુહાની ભટનાગર
બાળ કલાકાર સુહાની ભટનાગરે ફિલ્મ ‘દંગલ’માં યુવાન બબીતા ફોગટની ભૂમિકા ભજવી હતી, તેનું 16 ફેબ્રુઆરી 2024ના રોજ 19 વર્ષની વયે દિલ્હીની એઈમ્સ ખાતે અવસાન થયું હતું. તે એક દુર્લભ રોગ ડર્માટોમાયોસિટિસથી પીડિત હતી.
ઋતુરાજ સિંહ
59 વર્ષીય અભિનેતા ઋતુરાજ સિંહનું મુંબઈમાં 19 ફેબ્રુઆરી 2024ના રોજ કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. તેમણે ‘સત્યમેવ જયતે 2’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘હમ તુમ ઔર ભૂત’, ‘જર્સી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું અને ઘણી વેબ સિરીઝમાં પણ તેઓ જોવા મળ્યા હતા.
પંકજ ઉધાસ
ગઝલ સમ્રાટ પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી 2024ના રોજ મુંબઈમાં 72 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ ઘણા હિટ ગઝલ આલ્બમના સર્જક હતા અને તેમની ગઝલોએ તેમને એક અલગ ઓળખ આપી હતી. 1993માં રિલીઝ થયેલી ફિલ્મ ‘નામ’નું ગીત ‘ચિઠ્ઠી આયી હૈ’ તેમના પ્રખ્યાત ગીતોમાંનું એક હતું.
ફિરોઝ ખાન
ટીવી અને ફિલ્મ અભિનેતા ફિરોઝ ખાનનું 23 મે 2024ના રોજ ઉત્તર પ્રદેશના તેમના વતન બદાઉનમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે ‘ભાભી જી ઘર પર હૈં’, ‘જીજાજી છત પર હૈં’, ‘સાહેબ બીબી ઔર બોસ’ અને ‘શક્તિમાન’ જેવા શો માટે જાણીતા હત. આ સિવાય તેમણે ‘ફૂલ ઔર આગ’, ‘કભી ક્રાંતિ કભી જંગ’, ‘મુન્નીબાઈ’, ‘ડુપ્લિકેટ શોલે’, ‘હેલિકોપ્ટર ઈલા’ જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
સ્મૃતિ બિસ્વાસ
100 વર્ષીય પીઢ અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસનું 3 જુલાઈ 2024ના રોજ નિધન થયું હતું. તે ‘ચાંદની ચોક’, ‘શિકાર’, ‘ભાગમ ભાગ’, ‘જાગતે રહો’ જેવી ફિલ્મો માટે જાણીતી હતી
વિકાસ સેઠી
ટીવી અને બોલિવૂડ અભિનેતા વિકાસ સેઠીનું 8 સપ્ટેમ્બર 2024ના રોજ નાસિકમાં તેમના ઘરે જ નિધન થયું હતું. તેઓ ‘ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી’, ‘કહીં તો હોગા’, ‘કસૌટી ઝિંદગી કી’ જેવા શો માટે જાણીતા હતા
વિપિન રેશમિયા
સંગીતકાર અને અભિનેતા હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયાનું 18 સપ્ટેમ્બર 2024ના રોજ મુંબઈમાં 84 વર્ષની વયે અવસાન થયું હતું. તેણે ‘ઈન્સાફ કી જંગ’, ‘ધ એક્સપોઝ’ અને ‘તેરા સુરૂર’ જેવી ફિલ્મો બનાવી હતી.
અતુલ પરચુરે
મરાઠી અને હિન્દી ફિલ્મ અભિનેતા અતુલ પરચુરેનું 14 ઓક્ટોબર 2024ના રોજ મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘આવારાપન’, ‘ફિર હેરા ફેરી’ અને ‘લાઈગર’ જેવી ઘણી ફિલ્મોમાં પોતાના કોમેડી અભિનય માટે પ્રખ્યાત હતા.
હેલેના લ્યુક
1980 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી હેલેના લ્યુકનું 68 વર્ષની વયે અમેરિકામાં અવસાન થયું. તેણે ‘જુદાઈ’, ‘સાથ-સાથ’, ‘યે નઝારિયાં’, ‘મર્દ’, ‘ગુલાબ’, ‘રોમાન્સ’, ‘ભાઈ અખિર ભાઈ હોતા હૈ’, ‘આઓ પ્યાર કરીં’ જેવી ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે 1979માં મિથુન ચક્રવર્તી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નજીવન માત્ર ચાર મહિના જ ચાલ્યું હતું. 1986માં અભિનય છોડ્યા પછી, તે ન્યુ યોર્કમાં રહેવા ગઈ અને એક એરલાઈનમાં ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કર્યું હતું.
ટોની મીરકાંદાની
અભિનેતા-લેખક ટોની મીરકાંદાનીનું 4 નવેમ્બર 2024ના રોજ હૈદરાબાદમાં હેલ્થ સંબંધિત સમસ્યાઓને કારણે અવસાન થયું. તેણે ‘ગદર’, ‘કોઈ…મિલ ગયા’, ‘મુસાફિર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
દિલ્હી ગણેશ
પ્રખ્યાત તમિલ, મલયાલમ અને હિન્દી અભિનેતા દિલ્હી ગણેશનું 9 નવેમ્બર 2024ના રોજ ચેન્નાઈમાં 80 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે 400થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને તેમના કામમાં ‘સિંદુ ભૈરવી’, ‘નાયકન’, ‘અપૂર્વ સૌધરગરગલ’, ‘દસ’, ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘હિન્દુસ્તાની 2’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Lookback 2024: બોલિવૂડની આ ફિલ્મો કમાણીમાં બાજી મારી ગઈ!
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ