100 વર્ષના દુલ્હા…102 વર્ષના દુલ્હન! દુનિયાના સૌથી અનોખા લગ્ન, જેને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ; જૂઓ વીડિયો

- કપલે તમામ સામાજિક નિયમોને તોડીને જીવનના છેલ્લા વર્ષોમાં એકબીજાને જીવનસાથી બનાવ્યા
HD ન્યૂઝ ડેસ્ક, 10 ડિસેમ્બર: પ્રેમ વિશે આ પ્રખ્યાત પંક્તિ બધાએ સાંભળી જ હશે કે ‘પ્રેમ આંધળો હોય છે.’ જેનો અર્થ થાય છે જ્યારે કોઈ વ્યક્તિ સાચા પ્રેમમાં પડે છે, ત્યારે તે દેખાવ, ઉંમર, ધર્મ અને જાતિ જેવી સામાજિક અવરોધો અને વ્યાખ્યાઓને ધ્યાનમાં લીધા વિના, શુદ્ધ પ્રેમના આધારે જ તેના જીવનસાથીની પસંદગી કરે છે. ફિલાડેલ્ફિયાના એક કપલે તમામ સામાજિક નિયમોને તોડીને જીવનના છેલ્લા વર્ષોમાં માત્ર કોઈના પ્રેમમાં પડીને જ નહીં પરંતુ લગ્ન પણ કરીને એકબીજાને જીવનસાથી બનાવ્યા. ખાસ વાત એ છે કે, આ લગ્નને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
જૂઓ અહીં વીડિયો
View this post on Instagram
સૌથી વૃદ્ધ નવવિવાહિત યુગલ
ફિલાડેલ્ફિયાના એક દંપતીએ સૌથી વૃદ્ધ નવવિવાહિત યુગલ તરીકે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. 100 વર્ષના બર્ની લિટમેને આ વર્ષે 19 મેના રોજ તેની નવ વર્ષ જૂના પ્રેમ માર્જોરી (102 વર્ષ) સાથે લગ્ન કર્યા હતા. 3 ડિસેમ્બરના રોજ, બંનેના નામ સૌથી વૃદ્ધ નવવિવાહિત યુગલ તરીકે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયા હતા. બંનેની સંયુક્ત ઉંમર 202 વર્ષ છે. લગ્ન દરમિયાન માર્જોરીના પરિવારની ચાર પેઢીના નજીકના લોકો હાજર હતા. ઉલ્લેખનીય છે કે, આ કપલે એ જ જગ્યાએ લગ્ન કર્યા જ્યાં તેમના પ્રેમની શરૂઆત થઈ હતી, એટલે કે સિનિયર લિવિંગ કોમ્યુનિટીમાં આયોજિત લગ્ન સમારોહ.
કેવી રીતે શરૂ થઈ પ્રેમ કહાની?
100 વર્ષીય બર્ની લિટમેનની મુલાકાત 102 વર્ષીય માર્જોરી સાથે સિનિયર લિવિંગ કોમ્યુનિટીમાં થઈ હતી. આ પ્રેમ કહાની લગભગ નવ વર્ષ પહેલા એક વસિનિયર લિવિંગ કોમ્યુનિટીમાં શરૂ થઈ હતી. બંનેની પહેલી મુલાકાત એક કોસ્ચ્યુમ પાર્ટીમાં થઈ હતી જ્યાં તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને સમયની સાથે તેમના સંબંધો વધુ ગાઢ બન્યા હતા. તેમના સંબંધોને એક ડગલું આગળ લઈ જઈને બંનેએ લગ્ન કરી લીધા. અગાઉ, બર્ની અને માર્જોરી બંનેએ પોતપોતાના સાથીઓના મૃત્યુ પહેલા 6 દાયકાથી વધુ સમય સુધી લગ્નજીવનનો આનંદ માણ્યો હતો. આ કપલની એક ખાસ વાત એ છે કે, બંનેએ નાની ઉંમરમાં પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. બર્નીએ એન્જિનિયર તરીકે કામ કર્યું છે જ્યારે માર્જોરી વ્યવસાયે શિક્ષક હતી.
આ પણ જૂઓ: જયા કિશોરીએ મોડેલિંગ શરૂ કર્યું? વાયરલ તસ્વીરોથી ચર્ચાએ જોર પકડ્યું
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં