ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત પોલીસનો ‘મેન્ટર પ્રોજેક્ટ’, એક આરોપી સામે એક પોલીસ મેન્ટર

Text To Speech
  • રીઢા આરોપીઓનું ડેઈલી સર્વેલન્સ રાખવા સુચના આપી
  • 6500 રીઢા આરોપીઓ પર રોજેરોજ રખાશે નજર
  • સર્વેલન્સ રાખવાની સાથે દિવસમાં ત્રણ વખત લોકેશન લેવાશે

ગુજરાતમાં ચોરી, લૂંટ સહિત મિલકત વિરૂદ્ધના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ વારંવાર એક જ મોડસ ઓપરેન્ડીથી ગુનાઓ આચરતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા આરોપીઓ ઉપર સર્વેલન્સ રાખવા માટે ‘મેન્ટર પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવ્યો હતો.

રીઢા આરોપીઓનું ડેઈલી સર્વેલન્સ રાખવા સુચના આપી

વર્ષ 2023ની સરખામણીમાં ચાલુ વર્ષે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં રાજ્યમાં અંદાજે 22 ટકાનો ઘટાડો થયો છે. ત્યારે રાજ્ય પોલીસવડાએ આ પ્રોજેક્ટનો વ્યાપ વધારીને હવે ‘એક આરોપી સામે એક પોલીસ મેન્ટર’ એમ 6500 રીઢા આરોપીઓનું ડેઈલી સર્વેલન્સ રાખવા સુચના આપી છે.

સર્વેલન્સ રાખવાની સાથે દિવસમાં ત્રણ વખત લોકેશન ચકાસવું

રાજ્યમાં હવે ‘મેન્ટર પ્રોજેક્ટ’ હેઠળ ચોરી, લૂંટ, નાર્કોટિક્સ સહિતના ગુનાઓમાં ઝડપાયેલા એક આરોપી પર ઉપર સ્થાનિક પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીને મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં મેન્ટર તરીકે નિમણૂક કરાયેલા પોલીસકર્મીએ આરોપી ફરીથી કોઈ ગુનો ન કરે તે માટે જરૂરી સર્વેલન્સ રાખવાની સાથે દિવસમાં ત્રણ વખત લોકેશન ચકાસવું, આરોપીનું સંપૂર્ણ ડોઝીયર તૈયાર કરવું અને આરોપી સકારાત્મક પ્રવૃત્તિમાં જોડાય તેવા પ્રયત્ન કરવા સહિતની કુલ ત્રણ મુખ્ય જવાબદારી રહેશે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં તાપમાનનો પારો 10.8 ડિગ્રી પહોંચ્યો

Back to top button