2025માં સૂર્ય-ગુરૂ અને શુક્રનો ષડાષ્ટક યોગ બદલશે ત્રણ રાશિઓનું જીવન
- નવા વર્ષની શરૂઆતમાં દેવગુરુ બૃહસ્પતિ સૂર્યદેવ સાથે ષડાષ્ટક યોગ બનાવી રહ્યા છે. બીજી બાજુ દેવગુરૂ ગણાતો ગુરૂ ગ્રહ દાનવ ગુરુ શુક્રદેવ સાથે યુતિ કરશે
HD ન્યુઝ ડેસ્કઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2025ના વર્ષની શરૂઆતમાં ઘણા ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ બદલાઈ રહી છે. નવા વર્ષની શરૂઆતમાં દેવગુરુ બૃહસ્પતિ સૂર્યદેવ સાથે ષડાષ્ટક યોગ બનાવી રહ્યા છે. બીજી બાજુ દેવગુરૂ ગણાતો ગુરૂ ગ્રહ દાનવ ગુરુ શુક્રદેવ સાથે યુતિ કરશે. દેવગુરૂની આ બે ગતિવિધિઓના કારણે તમામ 12 રાશિઓ પ્રભાવિત થશે, પરંતુ 3 રાશિઓ ભાગ્યશાળી રહેશે. ચાલો જાણીએ તેમના વિશે
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
મેષ (અ,લ,ઈ)
ગુરૂનું આ પરિવર્તન મેષ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ લોકો માટે ગુરુ-શુક્રનો ષડાષ્ટક યોગ શુભ રહેશે. આ ઉપરાંત આ લોકોને તેમની કારકિર્દીમાં પ્રગતિ મળશે અને વ્યવસાયમાં ચાલી રહેલી નાણાકીય કટોકટી દૂર થશે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે.
સિંહ (મ,ટ)
ષડાષ્ટક યોગ સિંહ રાશિ માટે ઘણા સારા સમાચાર લઈને આવશે. આ લોકોના આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. જીવનમાં સુખ-સમૃદ્ધિમાં પણ વધારો થશે. પૈસાની તંગી દૂર થવાથી અને આવકમાં વધારો થવાથી અર્થતંત્ર મજબૂત બનશે. વિવાહિત જીવન સુખમય રહેશે.
ધન (ભ,ફ,ધ,ઢ)
ષડાષ્ટક યોગના શુભ પ્રભાવથી ધન રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. આ લોકોને કરિયર, બિઝનેસ અને શિક્ષણના ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ મળશે. આ લોકો જીવનના સૌથી મુશ્કેલ પડકારોનો સામનો કરવામાં સફળ રહેશે.
આ પણ વાંચોઃ શું લાખ પ્રયાસો છતાં, ઘરમાં દિવસ-રાત થાય છે ઝઘડો? અજમાવો આ ઉપાય