જૂઓ Video: જંત્રીમાં થયેલા વધારાના વિરોધમાં રાજકોટમાં બિલ્ડર્સની વિશાળ મૌનરેલી યોજાઈ
- રેલીમાં જોડાયેલા બિલ્ડર્સ તેમજ તેની સાથે સંકળાયેલા ધંધાર્થીઓએ કલેકટરને આવેદન આપ્યું
રાજકોટ, 9 ડિસેમ્બર : રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આગામી એપ્રિલ મહિનાથી સુચિત જંત્રીનો અમલ કરાવવા બાબતે સરકાર મક્કમ છે તો બીજી તરફ રાજકોટમાં જંત્રીના ભાવ વધારો પરત ખેંચવા બિલ્ડર્સ એસોસિયેશન મેદાનમાં ઉતર્યું છે. આજરોજ રાજકોટ શહેરનાં બહુમાળી ભવન ખાતેથી રાજકોટ બિલ્ડર્સ એસો.ના પરેશભાઇ ગજેરાની આગેવાની હેઠળ વિશાળ સંખ્યામાં બિલ્ડરો, બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો સહિતના લોકો કલેકટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા.
હજારોની સંખ્યામાં કલેકટર કચેરી ખાતે લોકો બેનર સાથે ઉમટી પડતાં એક તબક્કે કલેકટર કચેરીનું કમ્પાઉન્ડ પણ ટૂંકુ પડ્યું હતું. પાછળના દરવાજા સુધી બિલ્ડરો તેમજ આ ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો મૌન રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ આવ્યા હતા.
દરમિયાન રાજકોટ બિલ્ડર્સ એસોસિયેશનનાં પ્રમુખ પરેશભાઇ ગજેરા તેમજ તેમની સાથે અગ્રણી બિલ્ડરો કલેકટરને મળ્યા હતા અને વિસ્તૃત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ તબક્કે ઓફલાઇન હેતુફેર રીવાઇઝડ પ્લાન, બિનખેતી વિગેરે કાર્યવાહીની મંજૂરીમાં ઓછામાં ઓછો છ માસનો સમય લાગે છે તે બાબતે ઝડપી ઉકેલ લઇ શકે તેવા પગલાં લેવા પણ પરેશભાઇ ગજેરાએ કલેકટર પ્રભવ જોશીને જણાવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને આપેલા આવેદનમાં મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ, પ્લાનની મુશ્કેલીની વિગતો દર્શાવી હતી.
ગુજરાતમાં જંત્રીમાં સૂચિત વધારા સામે વિવિધ શહેરોમાં બિલ્ડરો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. એ સંદર્ભમાં રાજકોટમાં આજે સોમવારે બિલ્ડરોએ મૌન રેલી યોજી હતી.#Jantri #Gujarat #Builders #humdekhengenews pic.twitter.com/XPKI30GZIs
— Hum Dekhenge News (@humdekhengenews) December 9, 2024
આ પણ વાંચો :- એક ઝોકું આવ્યું…અને 1990 કરોડ થઈ ગયા ટ્રાન્સફર? જાણો કોની સાથે બની આ આઘાતજનક ઘટના?