Lookback 2024: બોલિવૂડની આ ફિલ્મો કમાણીમાં બાજી મારી ગઈ!
- બોલિવૂડની આ ફિલ્મો દર્શકોનું ખરા અર્થમાં મનોરંજન કરી ગઈ અને દર્શકોએ તેને ખૂબ પ્રેમ આપ્યો. જાણો વર્ષ 2024માં કઈ ટોપ 10 ફિલ્મો કમાણીની બાબતમાં આગળ નીકળી ગઈ
HD ન્યુઝ ડેસ્કઃ વર્ષ 2024 ( Year Ender 2024 ) બોલિવૂડ માટે રિમાર્કેબલ રહ્યું. ઘણી એવી ફિલ્મો આવી જેણે દર્શકોને દિવાના બનાવ્યા અને બોક્સ ઓફિસોને છલકાવી દીધી. આ ફિલ્મોએ દર્શકોનું ભરપૂર અને ખરા અર્થમાં મનોરંજન કર્યું. આ ફિલ્મો ફિલ્મ મેકર્સ અને ફિલ્મ ક્રિટીક્સની અપેક્ષાઓ પર પણ ખરી ઉતરી. જાણો એ દસ ફિલ્મો ( Good Bye 2024 ) જેણે મનોરંજન જગતમાં હલચલ મચાવી દીધી અને 2024માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બળ આપ્યું. આ ઉપરાંત પણ અનેક ફિલ્મો છે જેણે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી દીધી.
1. કલ્કિ 2898 AD (રૂ.1060 કરોડ)
નાગ અશ્વિન દિગદર્શિત અને અમિતાભ બચ્ચન, પ્રભાસ, કમલ હાસન તેમજ દીપિકા પાદુકોણ અભિનિત કલ્કિ 2898 AD વર્ષ 2024ની હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ છે. આ ફિલ્મ અનેક ભાષામાં બની હતી. આ ફિલ્મે ઓવરસીઝ માર્કેટમાં રૂ. 275.8 કરોડ અને ભારતીય માર્કેટમાં રૂ. 784 કરોડ સહિત કુલ રૂ. 1060 કરોડનું કલેક્શન મેળવ્યું હતું.
2 સ્ત્રી-2 ( રૂ. 852.4 કરોડ)
અમર કૌશિક દિગ્દર્શિત આ ફિલ્મ 2024ની સૌથી મોટી હિટ રહી હતી. આ ફિલ્મ 2018માં આવેલી સ્ત્રી ફિલ્મની સિક્વલ હતી. રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી અને પંકજ ત્રિપાઠીએ લોકોને ખુબ હસાવ્યા. આ ફિલ્મે ભારતીય માર્કેટમાં 708.6 કરોડ અને ઓવરસીઝ માર્કેટમાં 143.8 કરોડ મળીને વર્લ્ડવાઈડ કુલ 852.4 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
3. પુષ્પા-2 (રૂ. 615 કરોડ) (still running)
સુકુમાર દિગ્દર્શિત ‘પુષ્પા 2: ધ રૂલ’ આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક બની ચૂકી છે. અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ અભિનીત આ ફિલ્મ 5 ડિસેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પ્રથમ દિવસે જ થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ પરથી ફિલ્મનો ક્રેઝ જોઈ શકાય છે. એડવાન્સ બુકિંગથી લઈને ઓપનિંગ ડે સુધી પુષ્પા 2એ મોટો ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. ‘પુષ્પા 2’ પહેલા જ દિવસે તમામ ફિલ્મોને પછાડીને રૂ. 100 કરોડનો આંકડો પાર કરીને બિગ ઓપનર બની ચૂકી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં રૂ. 615 કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ હજુ થિયેટર્સમાં ચાલી રહી છે. હજુ બિઝનેસ ખૂબ આગળ વધે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ ભૂલ ભુલૈયા 3 OTT પર આવવા માટે તૈયાર, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે ફિલ્મ
4. ભૂલ ભૂલૈયા-3 ( 380.6 કરોડ)
અનીસ બઝ્મી નિર્દેશિત ભૂલ ભૂલૈયા-3 આ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે અને ભૂલ ભુલૈયાની ત્રણેય સિક્વલ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે. આ ફિલ્મે 380.6 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મનું બજેટ 150 કરોડ રૂપિયા હતું. ફિલ્મે ભારતીય માર્કેટમાં રૂ. 302.4 કરોડ અને વર્લ્ડવાઈડ માર્કેટમાં રૂ.78.2 કરોડ મળીને કુલ રૂ. 380.6 કરોડનો બિઝનેસ કર્યો છે.
5. સિંઘમ અગેઈન (378.4 કરોડ)
એક્શનથી ભરપૂર ફિલ્મો માટે જાણીતા દિગ્દર્શક રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈન આ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો પાર્ટ છે. ફિલ્મમાં અજય દેવગણ, અક્ષયકુમાર, સલમાન ખાન, દીપિકા પાદુકોણ સહિતના સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ રૂ. 378.4 કરોડ કરતા વધુ કમાણી કરી છે. આ ફિલ્મ હજુ પણ થિયેટર્સમાં ચાલે છે.
6. ફાઈટર (રૂ. 355.46 કરોડ)
સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત ફાઈટર ફિલ્મમાં ઋત્વિક રોશન, અનિલ કપૂર અને દીપિકા પાદુકોણ જેવા સ્ટાર્સ જોવા મળ્યાં હતાં. આ ફિલ્નું બજેટ 225 કરોડ રૂપિયા હતું. આ ફિલ્મે 355.46 કરોડનું વર્લ્ડ વાઈડ કલેક્શન કર્યું હતું. ફિલ્મનું ડોમેસ્ટિક કલેક્શન 212.5 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે કુલ 355.46 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
આ પણ વાંચોઃ હનુમાન ફિલ્મના મેકર્સે ભારતની પ્રથમ મહિલા સુપરહીરો ફિલ્મ મહાકાલીની કરી જાહેરાત
7. હનુમાન (રૂ. 296.5 કરોડ)
પ્રશાંત વર્મા દિગ્દર્શિત ફિલ્મ હનુમાન માત્ર 40 કરોડના બજેટમાં બની હતી. તેલુગુમાં બનેલી આ ફિલ્મ હિન્દી સહિતની ભાષાઓમાં ડબ કરવામાં આવી હતી. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 296.5 કરોડનો બિઝનેસ કર્યો હતો અને આ ફિલ્મ લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મને આ વર્ષની સૌથી મોટી સક્સેસ સ્ટોરી તરીકે જોવામાં આવે છે.
8. શૈતાન (રૂ. 213.8 કરોડ)
વિકાસ બહલ દિગ્દર્શિત ફિલ્મ શૈતાનમાં અજય દેવગણ, જ્યોતિકા અને માધવન જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મ પણ વર્ષ 2024ની સુપર હીટ ફિલ્મોમાં સામેલ હતી. આ ફિલ્મે ભારતીય માર્કેટમાં 176.2 કરોડ અને ઓવરસીઝ માર્કેટમાં 37.6 કરોડ સહિત કુલ 213.8 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
9. ક્રૂ (રૂ. 151.6 કરોડ)
રાજેશ ક્રિશ્ચન દિગ્દર્શિત ક્રૂ ફિલ્મમાં તબૂ, કરીના કપૂર અને ક્રિતિ સેનન સહિતની અભિનેત્રીઓ હતી. આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મે ભારતીય માર્કેટમાં 96.8 કરોડ અને ઓવરસીઝ માર્કેટમાં 54.8 કરોડ મળીને રૂ. 151.2 કરોડનો બિઝનેસ કર્યો હતો.
10. મુંજીયા
આદિત્ય સરપોતદર દિગ્દર્શિત મુંજીયા ફિલ્મમાં શરવરી વાઘ, અભય વર્મા અને મોના સિંઘ જોવા મળ્યા હતા. આ ફિલ્મ 30 કરોડના નાના બજેટમાં તૈયાર થઈ હતી. જેણે વર્લ્ડ વાઈડ માર્કેટમાં 126.2 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
આ પણ વાંચોઃ ખલનાયકના રૂપમાં સંજયદત્તનું કમબેક, ‘બાગી-4’માં એક્ટરનો પહેલો લુક રિવીલ
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ