ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી આમ આદમી પાર્ટીના ઉમેદવારની બીજી યાદી જાહેર, જૂઓ કોને ક્યાંથી ટિકિટ મળી

Text To Speech

નવી દિલ્હી, 9 ડિસેમ્બર : આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 20 નામ છે. તમામ 20 સીટો પર નવા ચહેરા છે. પાર્ટીએ 21 નવેમ્બરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 11 નામ હતા. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ કુલ 31 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાઈ શકે છે. ચૂંટણી પંચે હજુ ચૂંટણીની તારીખો જાહેર કરી નથી, પરંતુ આમ આદમી પાર્ટીએ પૂરા જોરશોરથી ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. દિલ્હીમાં છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટી સત્તામાં છે અને કેજરીવાલ જીતની હેટ્રિક ફટકારવા માટે પોતાનું સર્વસ્વ આપી રહ્યા છે.

આમ આદમી પાર્ટીની બીજી યાદીમાં સૌથી મહત્વની વાત એ છે કે મનીષ સિસોદિયાની સીટ બદલવામાં આવી છે.  અત્યાર સુધી તેઓ પટપરગંજ વિધાનસભાથી ચૂંટણી લડતા હતા અને જીતતા પણ હતા, પરંતુ આ વખતે તેઓ જંગપુરાથી ચૂંટણી લડી રહ્યા છે. પટપરગંજ સીટ પરથી સિસોદિયાની જગ્યાએ યુટ્યુબર અને શિક્ષક અવધ ઓઝાને ટિકિટ આપવામાં આવી છે. અવધ ઓઝા તાજેતરમાં આમ આદમી પાર્ટીનો ભાગ બન્યા છે.

હાજી યુનુસની ટિકિટ કેન્સલ

આ ઉપરાંત આદિલ અહેમદ ખાનને મુસ્તફાબાદથી ટિકિટ આપવામાં આવી છે. ધારાસભ્ય હાજી યુનુસની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. ચાંદની ચોક વિધાનસભાના ધારાસભ્ય પ્રહલાદ સિંહ સાહનીના પુત્ર પુરનદીપ સિંહ સાહનીને ટિકિટ આપવામાં આવી છે.  કૃષ્ણા નગરના ધારાસભ્ય એસકે બગ્ગાના પુત્ર વિકાસ બગ્ગાને ટિકિટ આપવામાં આવી છે.  દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલના સ્થાને જીતેન્દ્ર સિંહ શાંતિને ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો :- શું જન્મ સાથે જ મળતી અમેરિકન નાગરિકત્વની પ્રથા બંધ થશે? જાણો ડોનાલ્ડ ટ્રમ્પની યોજના વિશે

Back to top button