ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવીડિયો સ્ટોરી

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની હત્યાનો જૂઓ દંગ કરનારો આ વીડિયો

  • ભારતીય વિદ્યાર્થી હર્ષનદીપ સિંહ ભણવાની સાથે સિક્યોરિટી ગાર્ડ તરીકે પણ કામ કરતો હતો

કેનેડા, 9 ડિસેમ્બર: કેનેડામાં એક સપ્તાહની અંદર ભારતીય મૂળના બીજા વિદ્યાર્થીની હત્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો બહાર આવ્યો છે. 20 વર્ષીય હર્ષનદીપ સિંહની શુક્રવારે 06 ડિસેમ્બરે કેનેડાના એડમોન્ટનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતીય વિદ્યાર્થી હર્ષનદીપ સિંહ ભણવાની સાથે સિક્યોરિટી ગાર્ડ તરીકે પણ કામ કરતો હતો. પોલીસે એક ભારતીયની હત્યાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે.

જૂઓ હત્યાના વીડિયો

 

આ સમગ્ર ઘટનાના દંગ કરનારા CCTV ફૂટેજ પણ બહાર આવ્યા છે. CCTV ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે, પહેલા હર્ષનદીપ સિંહને સીડી પરથી નીચે ધકેલવામાં આવ્યો અને પછી તેને પાછળથી ગોળી મારી દેવામાં આવી.

પોલીસને ફાયરિંગની માહિતી મળી હતી

એડમોન્ટન પોલીસના જણાવ્યા મુજબ, આ હત્યાની ઘટના 6 ડિસેમ્બરે બની હતી. પોલીસને એક એપાર્ટમેન્ટની અંદર ગોળી ચલાવવામાં આવી હોવાનો રિપોર્ટ મળ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમને હર્ષદીપ સીડી પર બેભાન હાલતમાં જોવા મળ્યો હતો. આ પછી પોલીસ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

પોલીસે 2 લોકોની ધરપકડ કરી હતી

હાલમાં પોલીસે આ કેસમાં ઈવાન રેન અને જુડિથ સોલ્ટો નામના બે લોકોની ધરપકડ કરી છે. બંનેની ઉંમર 30 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. બંને પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ છે. કેનેડામાં, ફર્સ્ટ ડિગ્રી હત્યાને ‘વ્યક્તિની આયોજિત અને ઇરાદાપૂર્વકની હત્યા’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પોલીસે હથિયાર પણ કબજે કર્યા છે.

અગાઉ પણ એક ભારતીયની હત્યા કરવામાં આવી હતી

મહત્ત્વપૂર્ણ છે કે, ઓન્ટારિયોના સરનિયા શહેરમાં 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી ગુરાસીસ સિંહની ચાકુ મારીને હત્યાના થોડા દિવસો બાદ જ આ ઘટના બની હતી. ગુરાસીસ સિંહ કેનેડાની એક કોલેજમાં બિઝનેસનો અભ્યાસ કરતો હતો. પોલીસે આ કેસમાં આરોપી ક્રોસલી હન્ટરની ધરપકડ કરી હતી. હન્ટર અને ગુરાસીસ એક જ રૂમમાં રહેતા હતા.

આ પણ જૂઓ: કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા, ક્યાં સુધી ઈન્ડિયન થશે હેટક્રાઈમનો શિકાર

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button