રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના બન્યા સ્પીકર, કોલાબાના MLAને કોઈએ પડકાર ન આપ્યો
- મહાવિકાસ આઘાડીના કોઈપણ ધારાસભ્યએ સ્પીકર પદ માટે ઉમેદવારી નોંધાવી ન હતી
મુંબઈ, 9 ડિસેમ્બર: રાહુલ નાર્વેકરને મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ આજે સોમવારે બિનહરીફ ચૂંટણીમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. તેમના સિવાય સ્પીકર પદ માટે કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી. આવી સ્થિતિમાં તેમની પસંદગી બિનહરીફ થઈ હતી. તેમણે રવિવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, બંને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારની સાથે સ્પીકર પદ માટે નામાંકન દાખલ કર્યું હતું. આ સમયે ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. મહારાષ્ટ્ર BJP અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને ચંદ્રકાંત પાટીલ પણ સ્થળ પર હાજર હતા.
BJP’s Rahul Narwekar elected unopposed as Speaker of Maharashtra Assembly
He is an MLA from Colaba constituency and is taking charge for a second consecutive term as Speaker
(file pic) pic.twitter.com/HRolKudcd7
— ANI (@ANI) December 9, 2024
મહાવિકાસ આઘાડીના કોઈપણ ધારાસભ્યએ સ્પીકર પદ માટે ઉમેદવારી નોંધાવી ન હતી. સ્પીકર હંમેશા બહુમતી ધરાવતા પક્ષમાંથી ચૂંટાય છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મહાયુતિ ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી છે. આ કારણોસર, આ ગઠબંધનની સરકાર બનાવવામાં આવી છે અને હવે આ ગઠબંધનના નેતાને સ્પીકર તરીકે પણ પસંદ કરવામાં આવ્યા છે.
રાહુલ નાર્વેકર કોલાબાથી ધારાસભ્ય
રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રની કોલાબા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. આ વિધાનસભા મતવિસ્તાર મુંબઈનો ભાગ છે. રાહુલ અગાઉ શિવસેનાનો હિસ્સો હતા, પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં તેમને ટિકિટ ન મળી અને તેઓ NCPમાં જોડાયા. જો કે, NCPની ટિકિટ પર તેમને માવલ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ બાદ પણ તેઓ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા હતા. હવે તેમને સ્પીકરનું મહત્ત્વનું પદ આપવામાં આવ્યું છે. પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરે તેમને મહારાષ્ટ્ર એસેમ્બલીના સ્પીકર તરીકે નિયુક્ત કર્યા, કારણ કે તેમની સામે અન્ય કોઈ નેતાએ ઉમેદવારી નોંધાવી ન હતી. રાહુલ નાર્વેકરના પિતા પણ કોલાબાના મ્યુનિસિપલ કાઉન્સિલર હતા.
છેલ્લા કાર્યકાળમાં પણ સ્પીકર હતા
લગભગ અઢી વર્ષ સુધી 14મી વિધાનસભાના સ્પીકર રહેલા ભાજપના નેતા રાહુલ નાર્વેકર 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મુંબઈની કોલાબા વિધાનસભા બેઠક પરથી ફરીથી ચૂંટાયા છે. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી બાદ નવી સરકારે ગૃહમાં બહુમતી સાબિત કરવી પડશે. આ પછી રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન રાજ્ય વિધાનસભાના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકેના તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન, રાહુલ નાર્વેકરે ચુકાદો આપ્યો હતો કે બાળ ઠાકરે દ્વારા સ્થાપિત પક્ષમાં વિભાજન પછી એકનાથ શિંદેની આગેવાની હેઠળની પાર્ટી “વાસ્તવિક શિવસેના” છે. તેમણે એ પણ ચુકાદો આપ્યો હતો કે, અજિત પવારની આગેવાની હેઠળનું ગ્રુપ વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) છે, જેની સ્થાપના શરદ પવાર દ્વારા કરવામાં આવી હતી.
આ પણ જૂઓ: સોનિયા ગાંધી અને જ્યોર્જ સોરોસ વચ્ચેની સાંઠગાંઠનો મામલો ગંભીર: કિરેન રિજિજુના પ્રહારો