પશ્ચિમ બંગાળમાં દેશી બોમ્બ બનાવતી વખતે બ્લાસ્ટ થયો, 3ના મૃત્યુ
મુર્શિદાબાદ, 9 ડિસેમ્બર : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયાના સમાચાર છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક ઘરમાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટના બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. ત્યારે બોમ્બ વિસ્ફોટ થયો અને 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
દેશી બોમ્બ બનાવવામાં આવી રહ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લાના ખેરતલામાં રહેતા મામુન મુલ્લાના ઘરે રવિવારે મોડી રાત્રે ગેરકાયદે બોમ્બ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પ્રકરણમાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતકોના નામ મામુન મુલ્લા, સાકીરુલ સરકાર અને મુસ્તાકિન શેખ છે. આ પૈકી મુસ્તાકિન શીખનું ઘર મહતાબ કોલોની વિસ્તારમાં છે. ખેરતલા વિસ્તારમાં મામુન મુલ્લા અને સબીરુલ સરકારનું ઘર છે. તેઓ રાત્રિના અંધારામાં ઘરની અંદર બોમ્બ બનાવતા હતા.
દિલ્હીની અનેક શાળાઓમાં બોમ્બની ધમકી
ઉલ્લેખનીય છે કે, જ્યારે પશ્ચિમ બંગાળમાં દેશી બોમ્બનો વિસ્ફોટ થયો છે ત્યારે દિલ્હીથી મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. જેના પગલે પોલીસે ત્યાં તપાસ શરૂ કરી છે. આ પૂર્વે પણ બે વખત શાળા નજીક વિસ્ફોટ થઈ ચૂક્યા છે અને ધમકીઓ મળી છે.
આ પણ વાંચો :- એડીલેડ ટેસ્ટ : સિરાજને ભારે પડશે હેડ સાથેની લડાઈ, ICC કરશે આ કાર્યવાહી