ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર વક્ફ બોર્ડનો ખેડૂતોની 300 એકર જમીન પર દાવો, 100થી વધુ લોકોને ફટકારી નોટિસ

  • વક્ફ બોર્ડ તેમની જમીન હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેના પર તેઓ ઘણી પેઢીઓથી ખેતી કરે છે: ખેડૂત

મુંબઈ, 8 ડિસેમ્બર: મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના 100થી વધુ ખેડૂતોએ શનિવારે દાવો કર્યો કે વક્ફ બોર્ડ તેમની જમીન હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેના પર તેઓ ઘણી પેઢીઓથી ખેતી કરે છે. ખેડૂતોમાંના એક તુકારામ કનવટેએ જણાવ્યું હતું કે, ” આ દાવો છત્રપતિ સંભાજીનગર સ્થિત મહારાષ્ટ્ર સ્ટેટ વકફ ટ્રિબ્યુનલમાં દાખલ કરવામાં આવ્યો છે અને કુલ 300 એકર જમીન ધરાવતા 103 ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે.”

 

ખેડૂતે આ મામલે શું કહ્યું?

ખેડૂતોમાંના એક તુકારામ કનવટેએ કહ્યું કે, આ જમીનો અમને પેઢીઓથી વારસામાં મળી છે. આ વકફ મિલકતો નથી. અમે ઇચ્છીએ છીએ કે મહારાષ્ટ્ર સરકાર અમને ન્યાય આપે. આ મામલે કોર્ટમાં બે સુનાવણી થઈ છે અને આગામી સુનાવણી 20 ડિસેમ્બરે છે.”

કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડની કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને તેની મિલકતોનું કાર્યક્ષમ સંચાલન સુનિશ્ચિત કરવા માટે આ વર્ષે 8 ઓગસ્ટના રોજ લોકસભામાં વકફ (સુધારા) બિલ રજૂ કર્યું હતું. આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવ્યું છે.

વક્ફનો અર્થ શું છે?

વક્ફ એ ઇસ્લામિક કાયદા હેઠળ ધાર્મિક અથવા સખાવતી હેતુઓ માટે સમર્પિત મિલકતોનો ઉલ્લેખ કરે છે. વક્ફ અરબી શબ્દ વકુફા પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે કાયમી રહેઠાણ. વકફનો અર્થ થાય છે લોક કલ્યાણ માટે ટ્રસ્ટ કે મિલકતને સમર્પિત કરવી. ઇસ્લામમાં આ એક પ્રકારની સખાવતી વ્યવસ્થા છે. વકફ એ મિલકતને કહે છે જે ઇસ્લામના અનુયાયીઓ દ્વારા દાનમાં આપવામાં આવે છે. તે જંગમ અને સ્થાવર બંને હોઈ શકે છે. આ સંપત્તિ વક્ફ બોર્ડ હેઠળ આવે છે.

વક્ફ બોર્ડ કેવી રીતે રચાય છે અને કામ કરે છે?

વકફ પાસે ઘણી બધી મિલકતો છે, જેની યોગ્ય રીતે જાળવણી અને સખાવતી હેતુઓ માટે ઉપયોગ કરી શકાય છે, આ માટે સ્થાનિકથી લઈને મોટા સ્તર સુધી ઘણી સંસ્થાઓ છે, જેને વકફ બોર્ડ કહેવામાં આવે છે. લગભગ દરેક રાજ્યમાં સુન્ની અને શિયા વક્ફ છે. તેમનું કામ તે મિલકતની કાળજી લેવાનું અને તેની આવકનો યોગ્ય ઉપયોગ કરવાનું છે. આ મિલકતમાં ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવી, મસ્જિદ અથવા અન્ય ધાર્મિક સંસ્થાની જાળવણી કરવી, શિક્ષણની વ્યવસ્થા કરવી અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ માટે નાણાં આપવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

કેન્દ્રએ વક્ફ બોર્ડ સાથે સંકલન કરવા માટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરી છે. લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળની સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે, હાલમાં દેશમાં કુલ 32 વક્ફ બોર્ડ છે. જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં સુન્ની અને શિયા બંને માટે અલગ-અલગ બોર્ડ છે. તેનાથી વિપરીત, હાલમાં ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વક્ફ બોર્ડ નથી.

આ પણ જૂઓ: જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બે પોલીસકર્મીઓના મૃતદેહ મળ્યા, દુશ્મનાવટમાં એકબીજાને મારી ગોળી

Back to top button