કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

SMCની મોટી કાર્યવાહી : મોરબીના ટંકારામાં જુગાર રેડ અંગે PI અને હેડ કોન્સ્ટે. સસ્પેન્ડ કરાયા

Text To Speech

મોરબી, 7 ડિસેમ્બર : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ પાસે આવેલ હોટલમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને જે તે સમયે આ રેડની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા હતા અને આ રેડની તપાસ રાજ્ય પોલીસ વડા દ્વારા એસએમસીને સોંપવામાં આવતા ગઇકાલે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમ કમ્ફર્ટ હોટલે આવી હતી અને આજે આ તપાસના અંતે ટંકારા પોલીસ સ્ટેશનના પહેલા PI અને એક હેડ કોન્સ્ટે. સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

મળતી માહિતી મુજબ, ટંકારાના લજાઈ પાસે આવેલ કમ્ફર્ટ હોટલના રૂમમાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્લાસ્ટિકના ટોકન રાખીને જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા અને તેની રોકડ રકમ ગાડીમાં રાખી હતી જેથી પોલીસે 12 લાખ રોકડા તેમજ અન્ય મુદામાલ મળીને રૂ.63.15 લાખનો મુદામાલ કબજે કરેલ હતો અને 9 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

દરમિયાન જે આરોપીઓની સામે ગુનો નોંધાયેલ હતો તેમાં અકે આરોપીનું નામ ખોટું લખાવવામાં આવ્યું હતું જેનું ખોટું નામ રવિ મનસુખભાઇ પટેલ હતું અને તપાસમાં તેનું સાચું નામ તીર્થ અશોકભાઈ ફળદુ હોવાનું સામે આવ્યું હતું જેથી તે કલમનો પણ જુગારના ગુનામાં ઉમેરો કરવામાં આવેલ હતો. જોકે હોટલની અંદર કરવામાં આવેલ જુગારની રેડીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી.

જેથી આ અંગેની તપાસ ગુજરાતના પોલીસ વડા દ્વારા એસએમસીને સોંપવામાં આવી હતી જેથી કરીને શુક્રવારે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયા સહિતનો કાફલો કમ્ફર્ટ હોટલ ખાતે પહોંચ્યો હતો અને સતત 9 કલાક સુધી તપાસ કરવામાં આવી હતી. હાલમાં એસએમસીના ડીવાયએસપી કે.ટી.કામરીયા પાસેથી મળેલ માહિતી મુજબ કમ્ફર્ટ હોટલમાં જે જુગારની રેડ કરવામાં આવી હતી તે બાબતમાં ટંકારાના PI વાય.કે.ગોહેલ અને એક હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો :- Video : અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને PM મોદીએ સંબોધિત કર્યો

Back to top button