વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની મળી ધમકી, મુંબઈ પોલીસને મળ્યો મેસેજ
મુંબઈ, 07 ડિસેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસને શનિવારે વોટ્સએપ પર આ મેસેજ મળ્યો હતો. મેસેજ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પીએમને મારી નાખવાની ધમકી આપતો મેસેજ રાજસ્થાનના અજમેરથી મોકલવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મેસેજ મોકલનાર શંકાસ્પદની શોધમાં પોલીસની એક ટીમ અજમેર મોકલવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે આ મેસેજ થોડા કલાકો પહેલા મુંબઈ ટ્રાફિક પોલીસ હેલ્પલાઈનના વોટ્સએપ નંબર પર મોકલવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે બે આઈએસઆઈ એજન્ટ અને પીએમ મોદીને નિશાન બનાવવા માટે બોમ્બ બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તપાસકર્તાઓને શંકા છે કે મેસેજ મોકલનાર માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ છે અથવા તેણે દારૂના નશામાં મેસેજ મોકલ્યો હોઈ શકે છે. પોલીસે આ મામલે FIR નોંધી છે. મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર અગાઉ પણ આવા ધમકીભર્યા મેસેજ આવી ચૂક્યા છે.
અગાઉ પણ મળી હતી ધમકી
આ પહેલા 27 નવેમ્બરે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પીએમ મોદીને નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હતી. કોલ પશ્ચિમી ઉપનગરોમાં અંબોલીમાં ટ્રેસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસની એક ટીમે મહિલા કૉલરને ટ્રેસ કરી અને પૂછપરછ માટે તેને કસ્ટડીમાં લીધી. તપાસ બાદ મહિલા માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું અને કોલ ‘પ્રેંક’ હોવાનું જણાયું હતું. અધિકારીએ કહ્યું કે મહિલાનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.
સલમાન ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો.
7 નવેમ્બરના રોજ, મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર ઘણા સંદેશા આવ્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે મોકલનાર બિશ્નોઈ ગેંગનો સભ્ય છે. આ મેસેજમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો સલમાન ખાન 5 કરોડ રૂપિયા નહીં આપે તો તેની હત્યા કરવામાં આવશે. પ્રેષકે ચેતવણી આપી હતી કે તે ‘મેં સિકંદર હૂં’ ગીતના લેખકને પણ મારી નાખશે. જોકે પોલીસે સક્રિયતા દાખવી આરોપીને પકડી પાડ્યો હતો.
આ પણ વાંચો : ‘જો આપણો ધર્મ સુરક્ષિત છે તો આપણે પણ …’, સીએમ યોગીનું મોટું નિવેદન
8મું પગાર પંચ: કર્મચારીઓના મૂળ પગારમાં 34500 રૂપિયાનો થશે વધારો!
વિદ્યાર્થીએ પ્રિન્સિપાલના માથામાં મારી ગોળી, ઘટનાસ્થળે જ થયું મૃત્યુ, જાણો ક્યાં બની આ ઘટના
બાબા વાંગાની ડરામણી ભવિષ્યવાણી: આ દેશમાં શરૂ થશે મુસ્લિમ શાસન, પૃથ્વીના અંતને લઈ કહી આ મોટી વાત
ગુજરાતની આ કંપનીનો આવી રહ્યો છે IPO, 70 લાખ નવા શેર જારી થશે
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં