ટોપ ન્યૂઝસ્પોર્ટસ

CWG-2022 : ભારત પર ગોલ્ડનો વરસાદ, નીતૂ અને અમિતે જીત્યા ગોલ્ડ

Text To Speech

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલી રહ્યું છે.અને આજે સ્પર્ધાનો 10મો દિવસ છે. આજ રોજ આશા પ્રમાણે જ નીતૂ ઘંઘાસે બોક્સિંગમાં ગોલ્ડ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. જ્યારે ક્લોક વિવાદ બાદ ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો છે.

બોક્સિંગમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. જેમાં અમિત પંઘાલે 48-51 કિગ્રા વજન વર્ગમાં ફ્લાયવેટ મેચની ફાઇનલમાં જીત મેળવી છે. ઈંગ્લેન્ડથી અમિત. મેકડોનાલ્ડ 5-0. ભારતના ગોલ્ડ મેડલની કુલ સંખ્યા હવે 15 પર પહોંચી ગઈ છે.જેની સાથે જ ભારતે અત્યાર સુધીમાં 42 મેડલ જીત્યા છે. ભારત હાલમાં મેડલ ટેલીમાં 5 માં સ્થાન પર છે.

જ્યારે ભારતીય બોક્સર નીતુએ ઈંગ્લેન્ડની બોક્સરને 5-0થી હરાવીને મેચ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો. કોમનવેલ્થ ગેમ્સમાં આ તેનો ગોલ્ડ મેડલ છે. તેણે આ ગેમ્સમાં ભારતને 14મો ગોલ્ડ મેડલ મેળવ્યો.

આ પણ વાંચો :  Commonwealth Games 2022 Day 10 Schedule:  કોમનવેલ્થમાં આજે ક્રિકેટ-હોકીમાં મળશે મેડલ, જાણો દસમા દિવસનું સંપૂર્ણ શેડ્યૂલ

Back to top button