ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઢાકાના મંદિરોમાં લગાવી આગ, મૂર્તિઓ બળીને થઈ રાખ:  ઈસ્કોનનો મોટો દાવો

ઢાકા, 7 ડિસેમ્બર : બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને મંદિરોની તોડફોડની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. બાંગ્લાદેશમાં ફરી એકવાર ઈસ્કોન મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે અને તેને આગ ચાંપવામાં આવી છે. ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે મીડિયાને જણાવ્યું કે શનિવારે વહેલી સવારે ઈસ્કોનની એક ઈમારતમાં આગ લાગી હતી. આગના કારણે ભગવાન કૃષ્ણની મૂર્તિ પણ બળી ગઈ. તેમણે જણાવ્યું કે એક ઈસ્કોન સેન્ટરને પણ નિશાન બનાવવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર અટકી રહ્યો નથી. અમે આનાથી અત્યંત દુઃખી છીએ. તેમણે કહ્યું કે સવારે 2 થી 3 વાગ્યાની વચ્ચે મંદિરોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, બાંગ્લાદેશમાં ઇસ્કોન નમહત સેન્ટરને આગ લગાડવામાં આવી હતી. શ્રી લક્ષ્મી નારાયણની મૂર્તિનું દહન કરવામાં આવ્યું હતું. આ મંદિર ઢાકામાં છે.

દાસે જણાવ્યું કે, સવારે 2 થી 3 વાગ્યાની વચ્ચે બદમાશોએ નમહત સંઘ હેઠળના રાધા કૃષ્ણ મંત્રી અને મહાભાગ્ય લક્ષ્મી નારાયણ મંદિરોમાં આગ લગાવી દીધી હતી. મંદિરના ટીન શેડને હટાવીને તેના પર પહેલા પેટ્રોલ રેડવામાં આવ્યું અને પછી આગ લગાડવામાં આવી. બાંગ્લાદેશમાં ઈસ્કોનના પૂજારી ચિન્મય દાસની ધરપકડ બાદ ભારતમાં પહેલેથી જ ગુસ્સો છે. પશ્ચિમ બંગાળમાં પણ આનો વિરોધ થઈ રહ્યો છે. ચિન્મય દાસની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

ઇસ્કોને અગાઉ એવો પણ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશમાં તેના ઘણા કેન્દ્રો અને મંદિરો બળજબરીથી બંધ કરવામાં આવ્યા છે. દાસે બાંગ્લાદેશના ઈસ્કોનના પૂજારીઓને પણ પોતાની સુરક્ષા માટે ભગવા વસ્ત્રો પહેરવાનું બંધ કરવાની સલાહ આપી હતી. કપાળ પર તિલક ન લગાવવું અને તુલસીની માળા પણ છુપાવીને રાખવી. આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. સંસદમાં સરકારને બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા માટે કેટલાક પગલાં ભરવાની અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો‘જો આપણો ધર્મ સુરક્ષિત છે તો આપણે પણ …’, સીએમ યોગીનું મોટું નિવેદન

190 દેશોમાં ફેલાયેલો 25 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ, આખરે Netflix ફિલ્મો બતાવીને આટલી કમાણી કેવી રીતે કરે છે?

8મું પગાર પંચ: કર્મચારીઓના મૂળ પગારમાં 34500 રૂપિયાનો થશે વધારો!

Accident/ બસ અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણ, 8નાં મૃત્યુ, અનેક મુસાફરો ઘાયલ

વિદ્યાર્થીએ પ્રિન્સિપાલના માથામાં મારી ગોળી, ઘટનાસ્થળે જ થયું મૃત્યુ, જાણો ક્યાં બની આ ઘટના

 બાબા વાંગાની ડરામણી ભવિષ્યવાણી:  આ દેશમાં શરૂ થશે મુસ્લિમ શાસન, પૃથ્વીના અંતને લઈ કહી આ મોટી વાત

ગુજરાતની આ કંપનીનો આવી રહ્યો છે IPO,  70 લાખ નવા શેર જારી થશે

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button