અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાતવાયબ્રન્ટ ગુજરાત સમિટ

શું જંત્રીના ભાવવધારા સામે વાંધા રજૂ કરવા સમય મર્યાદા વધારવામાં આવી? જાણો

  • અત્યારસુધી જંત્રીના ભાવવધારા અંગે બિલ્ડરોએ ઓનલાઈન વાંધા અરજી કરવામાં આવી રહી હતી

ગાંધીનગર, 7 ડિસેમ્બર: સૂચિત જંત્રીના ભાવવધારા પર ગુજરાત સરકાર મોટો નિર્ણય લઈ શકે છે, કારણ કે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બિલ્ડર્સના વિરોધ બાદ વાંધા અરજીઓ ઓફલાઈન સ્વીકારવામાં આવી શકે છે અને આ માટે એક મહિનાનો વધારાનો સમય પણ આપવામાં આવશે. પરંતુ પહેલા જંત્રીના ભાવવધારા અંગે બિલ્ડરોએ ઓનલાઈન વાંધા અરજી કરવાની હતી. બિલ્ડર લોબીએ 2 મહિનાની મુદ્દતે ઓફલાઈન અરજી વ્યવસ્થાની માગ કરી હતી. આ મામલે ગુજરાત સરકારે ઓફલાઈન અરજી સ્વીકારવા અંગે સંમતિ દર્શાવી હોવાની જાણકારી મળી રહી છે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર આ બાબતે સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરી શકે છે.

નવી જંત્રી સામે રાજકોટમાં સ્થિતિ વધારે ખરાબ બની

સરકારે જાહેર કરેલી નવી જંત્રી સામે રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. પરંતુ, રાજકોટ શહેરમાં તો સ્થિતિ વધારે ખરાબ બની છે. TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજકોટમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગ પહેલેથી જ મંદીમાં છે. જ્યારે હવે જંત્રીના ભાવમાં વધારો થતા બિલ્ડરો મુશ્કેલીમાં મુકાયા છે. આ ભાવ વધારાથી રાજકોટમાં વિકાસ અટકી જવાનો બિલ્ડર લોબી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કારણ કે ભાવ વધારાને લીધે FST, સ્ટેમ્પ ડ્યુટીમાં પણ વધારો થઈ જશે. જેના પરિણામે પહેલાં જે ઘર 30 લાખમાં પડતા હતા. તે હવે 35થી 36 લાખ રૂપિયામાં પડશે.

જંત્રી સામે વાંધા અરજી માટે એક મહિનાનો સમય આપ્યો છે

રાજ્ય સરકારે જંત્રી સામે વાંધા અરજી માટે એક મહિનાનો સમય આપ્યો છે. બિલ્ડર એસોસિએશનની માંગ છે કે, તે માટે બે મહિનાનો સમય આપવામાં આવે અને અરજી ઓનલાઈનને બદલે ઓફલાઈન કરવામાં આવે. રાજકોટમાં જંત્રીના ભાવ વધારા સહિત ટીપી શાખાની આંટીઘૂંટી સામે પણ વિરોધ થઈ રહ્યો છે. બાંધકામ સંદર્ભે રાજકોટ મનપા દ્વારા 11 જેટલા પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે છે. જેથી હવે સ્થિતિ એવી બની ગઈ છે કે, બિલ્ડર પ્લાન મુકતા પણ ડરી રહ્યા છે.

રાજકોટમાં સરકારની નીતિને કારણે બિલ્ડરો પરેશાન દેખાઈ રહ્યા છે અને એટલે જ હવે તેઓ લડતના માર્ગે વળ્યા છે. આગામી સોમવારે રાજકોટના બિલ્ડરોએ મૌન રેલી કાઢવાનું આયોજન પણ કર્યું છે. જેમાં રેવન્યુ વકીલો, કોન્ટ્રાક્ટર્સ, એન્જિનિયર અને આર્કિટેક પણ જોડાશે. સરકારે જંત્રીના દરમાં 200થી લઈને 2000 ટકા સુધીનો વધારો સુચવ્યો છે. જેની સામે લોકોએ તો નહીં પણ બિલ્ડરોએ સૌથી પહેલા વાંધો ઉઠાવ્યો છે. કેમ કે જો ઘરો મોંઘા થશે તો તેને ખરીદશે કોણ ? તેની બિલ્ડરોને ચિંતા થઈ રહી છે. આ મામલે ક્રેડાઈએ વિરોધ સાથે કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા છે. પણ બિલ્ડરોનો આ વિરોધ ગળે ઉતરે એવો છે ? તેમના પ્રશ્નોમાં કેટલું તથ્ય છે ? એ હવે જોવાનું રહ્યું.

આ પણ જૂઓ: ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ અને MSME ઉદ્યોગ ક્ષેત્રે પાંચમા ક્રમે આવ્યું, જાણો વિગતે

Back to top button