શું લાખ પ્રયાસો છતાં, ઘરમાં દિવસ-રાત થાય છે ઝઘડો? અજમાવો આ ઉપાય
- જો તમે પણ સવારથી સાંજ સુધી તમારા ઘરમાં થતા ઝઘડાથી પરેશાન છો, તો તમે કેટલાક વાસ્તુ ઉપાયો અજમાવી શકો છો
HD ન્યુઝ ડેસ્કઃ ઘણી વખત લાખ પ્રયાસો છતાં ઘરમાં અશાંતિનું વાતાવરણ રહે છે. હંમેશા કોઈ ને કોઈ સભ્ય વચ્ચે ઝઘડો થતો રહે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે, ત્યારે ઘરના સભ્યો વચ્ચે અણબનાવ કે મનભેદોની સ્થિતિ રહે છે. જો તમે પણ સવારથી સાંજ સુધી તમારા ઘરમાં થતા ઝઘડાથી પરેશાન છો, તો તમે કેટલાક વાસ્તુ ઉપાયો અજમાવી શકો છો. ચાલો જાણીએ કેટલાક વાસ્તુ ઉપાયો, જે તમારા ઘરની સકારાત્મક ઉર્જા વધારવા અને સુખ-શાંતિ જાળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
ઘરનો ઈશાન ખૂણો
વાસ્તુ અનુસાર ઉત્તર-પૂર્વ દિશાને ઈશાન ખૂણો કહેવામાં આવે છે. ઘરનો ઉત્તર-પૂર્વ ખૂણો હંમેશા સ્વચ્છ અને તેજસ્વી રાખવો જોઈએ. જો ઘરનો ઉત્તર-પૂર્વ ખૂણો સ્વચ્છ રહે તો સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે.
લાફિંગ બુદ્ધાની પ્રતિમા
ઘરમાં કલેશનું વાતાવરણ ઓછું કરવા માટે લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખો. લાફિંગ બુદ્ધાની મૂર્તિને લિવિંગ એરિયા કે બાલ્કનીમાં રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે.
સેંધા નમકનો ઉપયોગ
સેંધા નમક કે સિંધવ મીઠાના ઉપયોગથી ઘરની નકારાત્મક ઉર્જા ઓછી કરી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠાના ઉપયોગથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકાય છે, તેથી તમારા ઘર અથવા રૂમના દરેક ખૂણામાં રોક સોલ્ટનો ટુકડો રાખો. એક મહિના પછી મીઠું બદલવાનું યાદ રાખો અને દરેક ખૂણામાં એક નવો ટુકડો મૂકો.
દિશાનું ધ્યાન રાખો
ઘણી વખત વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને ઝઘડાનું કારણ બની જાય છે. તેથી ધ્યાનમાં રાખો કે ઘરના ઈશાન ખૂણામાં ક્યારેય શૌચાલય ન બનાવવું. દક્ષિણ-પૂર્વ દિશામાં રસોડું હોવું શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ જય શ્રીરામઃ અયોધ્યા રામમંદિરના હવે હેલિકોપ્ટરથી દર્શન, જાણો કેટલું ભાડું?
આ પણ વાંચોઃ સવારે ઉઠીને ન જુઓ આ વસ્તુઓ, ફક્ત વાસ્તુ નહિ, વડીલો પણ કહેતા આ વાત