વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ અંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આપ્યું મોટું નિવેદન
ગુજરાતના રાજકારણમાં હંમેશા ચર્ચામાં રહેતાં પાટીદાર નેતા નરેશ પટેલે હવે સમાજના માટે અલગ જ પ્રકારની માંગણી કરી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કડવા પાટીદાર સમાજે 50 ટિકીટની માંગ કર્યા બાદ લેઉવા પાટીદાર સમાજને કેટલી ટિકીટની અપેક્ષા છે આ સવાલના જવાબમાં નરેશ પટેલે કહ્યું કે હક હોય તેને તેનો હક મળવો જોઇએ. હું કોઇ ટિકીટની સંખ્યામાં નથી પડતો પરંતુ હક પ્રમાણે ટિકીટ મળવી જોઇએ.
હાલમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે રાજનીતિ કલાસ શરૂ કરવામાં આવ્યા છે અને તેના માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે, રાજનિતીના ક્લાસ શરૂ કરાવાનો મુખ્ય હેતું રાજકારણમાં સારા અને સજ્જન લોકો આવે તે જરૂરી છે અને આ હેતુથી એક વર્ષનો આ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.આ કોર્ષને છ ભાગોમાં વહેંચવામાં આવ્યો છે.સરકારની કોઇ શૈક્ષણિક સંસ્થા કે કોઇ ખાનગી યુનિવર્સિટી આ કોર્ષને માન્યતા આપે તેવા પ્રયત્નો કરાયા છે.
આ પણ વાંચો : કેજરીવાલ : ‘આ વિધાનસભાની ચૂંટણી AAP અને BJP વચ્ચે છે, કોંગ્રેસ અને ભાજપ તો…’
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ અંગે ખોડલધામ ચેરમેન નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે અમે કોઇ પાર્ટી પાસે ટિકિટની માંગણી કરવાના નથી. મહત્વનું છે કે અગાઉ પાટીદાર સમાજના આગેવાનો માટે ટિકિટની માગ કરવામાં આવી હતી.તેમણે ઉમેર્યું હતું કે, પાટીદાર સમાજના આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમારા સમાજના આગેવાનો કોઈ પણ રાજકીય પક્ષો પાસે ટિકિટની માંગને લઈને જવાના નથી.