ટ્રેન્ડિંગમનોરંજન

ફેમસ કૉમેડિયનનું નિધન, માત્ર 39 વર્ષની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક :  પ્રખ્યાત કૉમેડિયન અને ‘અમેરિકા ગોટ ટેલેન્ટ’ સ્ટાર કબીર ‘કબીજી’ સિંહનું નિધન થયું છે. બુધવારે તેઓ 39 વર્ષની વયે મૃત હાલતમાં મળી આવ્યા હતા. અભિનેતા અને હાસ્ય કલાકારનો મૃતદેહ તેમના સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયાના ઘરમાંથી મળી આવ્યો હતો. પોલીસ તેમના આકસ્મિક મૃત્યુની તપાસ કરી રહી છે, જોકે તેમના એક મિત્રએ જણાવ્યું હતું કે તે ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. હવે એવું માનવામાં આવે છે કે કબીરનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું. પરિવાર અને પોલીસ અધિકારીઓ ટોક્સિકોલોજી રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

કબીર ‘કબીજી’ સિંહનું 39 વર્ષની વયે અવસાન
કૉમેડિયન, ‘ફેમિલી ગાય’માં તેમની ભૂમિકા માટે પ્રખ્યાત હતા તથા 2021 માં ‘અમેરિકાઝ ગોટ ટેલેન્ટ’ સાથે જબરદસ્ત પ્રસિદ્ધિ હાંસલ કરી, જ્યાં તેમણે ભારતને ગૌરવ અપાવીને પોતાની ઓળખ બનાવી. આ શોમાં તે સેમીફાઈનલમાં પહોંચ્યા હતા અને તેના કામ માટે તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. જાદુગર ડસ્ટિન ટેવેલા અમેરિકાઝ ગોટ ટેલેન્ટ સીઝન 16ના વિજેતા હતા.

કૉમેડિયનને શ્રદ્ધાંજલિ પાઠવી
દિવંગત કલાકારના મિત્ર જેરેમી ક્યુરીએ ખુલાસો કર્યો છે કે કબીરનું મૃત્યુ ઊંઘમાં જ થયું હતું. તેણે ફેસબુક સ્ટોરી પર એક નિવેદન દ્વારા આ માહિતી શેર કરી છે. કબીર સિંહના નજીકના મિત્ર જેરેમી કરીએ પણ ફેસબુક પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કબીર ‘કબીજી’ સિંહના નિધનના સમાચાર આવતા જ કોમેડી જગતના લોકો અને તેમના ચાહકો આઘાતમાં છે. દિવંગત કોમેડિયનને શ્રદ્ધાંજલિ પોસ્ટથી સોશિયલ મીડિયા ભરાઈ ગયું હતું. સ્ટેન્ડ-અપ મારિયો સાલાઝારે પણ તેમની એક્સ પોસ્ટમાં અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

કોમેડિયન કબીર સિંહ કોણ હતા?
પોર્ટલેન્ડમાં ભારતીય માતા-પિતાના ઘરે જન્મેલા, કબીર સિંઘને કોમેડી પ્રત્યેના તેમના ઝુનૂનનો અહેસાસ ત્યારે થયો જ્યારે તેઓ માત્ર નવ વર્ષના હતા અને તેમનો પરિવાર મુંબઈ પાછો ગયો. અમેરિકન બાળક હોવાને કારણે કબીરને ઘણીવાર ચીડવવામાં આવતા હતા અને તેથી તેમણે વાતચીત કરવા માટે ત્રણ અલગ-અલગ ભાષાઓમાં મહારત મેળવ્યો હતો. 13 વર્ષની ઉંમરે તેઓ પાછા અમેરિકા ગયા. ભારતીય-અમેરિકન હોવાને કારણે તે બંને દેશોમાં પોતાની કૉમેડી માટે ચર્ચામાં રહે છે.

આ પણ વાંચો : ‘પોપટ’ ખોવાઈ ગયો, શોધનારને મળશે 10000 રૂપિયાનું ઈનામ

Back to top button