લગ્નના બંધનમાં બંધાયા આરોહી પટેલ અને તત્સત મુનશી, ઉદયપુરમાં ફર્યા મંગળ ફેરા


અમદાવાદ, 7 ડિસેમ્બર, હાલમાં જ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી અમદાવાદમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્યારે હવે વધુ એક કપલ લગ્નગ્રંથિથી જોડાઈ ગયું છે. ગુજરાતી ફિલ્મોના અભિનેતા તત્સત મુનશી અને અભિનેત્રી આરોહી પટેલ 6 નવેમ્બરના રોજ ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તત્સત મુનશી અને આરોહી પટેલના લગ્નની શાનદાર તસવીરો પણ સામે આવી ગઈ છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કલાકારોમાં લગ્નની સિઝન ખુલી છે. લવની ભવાઈ ફેમ આરોહી પટેલે અભિનેતા તત્સત મુનશી સાથે લગ્ન કર્યા છે. ઉદયપુરમાં આયોજિત ડેસ્ટિનેશન વેડિંગમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારો સામેલ થયા હતાં. રાજસ્થાનના રમણીય શહેર ઉદયપુરમાં રાજવી ઠાઠમાઠ સાથે આરોહી પટેલ અને તત્સત મુનશીએ લગન્ના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. અગાઉ સોશિયલ મીડિયા પર તેમના પ્રિ-વેડિંગ ફંક્શનની તસવીરો પણ સામે આવી હતી. હવે લગ્નની તસવીરો અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરી છે.
ન્યુલી વેડ્સ કપલ મલ્હાર ઠાકર અને પુજા જોષી પણ લગ્નમાં સામેલ થવા ઉદયપુર પહોંચ્યા હતાં. અભિનેત્રી ઈશા કંસારા, મિત્ર ગઢવી, નૈત્રી ત્રિવેદી, યશ સોની સહિત અનેક કલાકારોએ પ્રસંગમાં હાજરી આપી હતી. લગ્નની વિધિ પહેલા અમદાવાદમાં તત્સત મુનશીના ઘરે સંગીત નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામી કલાકારો સામેલ થયા હતાં.
વ્હાઈટ સાડી અને રેડ બ્લાઉઝમાં સિમ્પલ લૂકમાં આરોહી લાગી સુંદર
અભિનેત્રી આરોહી પટેલે સોશિયલ મીડિયા પર ભવ્ય લગ્નની તસવીરો શેર કરી છે. વ્હાઈટ સાડી અને રેડ બ્લાઉઝમાં સિમ્પલ લૂકમાં આરોહી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. જ્યારે તત્સત મુનશી પણ વ્હાઈટ શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો છે. બંનેએ લગ્નની તસવીર શેર કરતાં લખ્યું છે કે,’પ્યાર દોસ્તી હૈ’.
આ પણ વાંચો..દુઆને છોડીને દિલજિત દોસાંજના કોન્સર્ટમાં એન્જોય કરતી જોવા મળી દીપિકા પાદુકોણ, વીડિયો થયો વાયરલ