ટ્રેન્ડિંગનેશનલ

‘ડિજિટલ છે તો અસુરક્ષિત છે’ અખિલેશ યાદવે ડિજિટલ અરેસ્ટની વધતી ઘટનાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા

  • આવી ઘટનાઓમાં લોકોને માત્ર પોલીસની વર્દી પહેરીને જ નહીં પરંતુ પોલીસ સ્ટેશન બતાવીને ધમકાવવામાં આવે છે: નેતા

લખનઉ, 7 ડિસેમ્બર: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ડિજિટલ અરેસ્ટની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, “આવી ઘટનાઓમાં લોકોને માત્ર પોલીસની વર્દી પહેરીને જ નહીં પરંતુ પોલીસ સ્ટેશન બતાવીને ધમકાવવામાં આવે છે. શું આમાં સરકારની કોઈ મિલીભગત છે.” નોઇડાના એક પરિવારની ડિજિટલ અરેસ્ટ અને પૈસાની વસૂલાતની ઘટનાનો ઉલ્લેખ કરતા SP પ્રમુખે તમામ પૈસા પરત કરવાની અપીલ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરી પોસ્ટ

અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ડિજિટલ અરેસ્ટ જેવી છેતરપિંડીના માધ્યમથી કોઈ નકલી વર્દીમાં પોલીસ બનીને વાત જ કરતો નથી પરંતુ વીડિયો પર ખોટું પોલીસ સ્ટેશન બનાવી, દેખાડી અને ધમકાવી ઓનલાઈન રૂપિયા પણ વસૂલી લે છે.

શું ભાજપ સરકાર આ ‘ડિજિટલ ઈન્ડિયા’ વિકસાવવાની વાત કરે છે? ઉત્તર પ્રદેશ પોલીસ (વાસ્તવિક પોલીસ)ને અપીલ છે કે, તેઓ નોઈડામાં છેતરપિંડી કરાયેલા પરિવારના સમગ્ર નાણાં પરત કરે અને છેતરપિંડી કરનારાઓને પકડે. નહીં તો જનતા પોતાનું સૂત્ર આપશે: ડિજિટલ છે તો અસુરક્ષિત છે.

સામાન્ય જનતા પૂછે છે:

– જ્યારે એક ખાતામાંથી બીજાના ખાતામાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા છે તો કેમ પકડાઈ રહ્યાં નથી?
– શું સરકાર પાસે તે વ્યક્તિનું કોઈ KYC નથી કે જેના ખાતામાં તે જઈ રહ્યું છે?
– સામાન્ય જનતાનું વારંવાર KYC કરાવવામાં આવે છે અને ગુનેગારોને સંપૂર્ણ સ્વતંત્રતા છે?
– આવી ઘટનાઓ માત્ર ભાજપના શાસનમાં જ કેમ બની રહી છે?
– શું આ કોઈ મોટું સરકારી મિલીભગતનું કૌભાંડ ચાલી રહ્યું છે? ખાતાધારક આજે કહે છે, ભાજપ નથી જોઈતું!

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં ડિજિટલ અરેસ્ટની ઘણી ઘટનાઓ જોવા મળી રહી છે, જેમાં નકલી પોલીસ બનીને ફોન પર લોકોને બંધક બનાવવામાં આવે છે અને પછી તેમનો કોઈ એક સભ્ય પોલીસ સ્ટેશનમાં હોવાનો અને કેટલાક ગંભીર આરોપો લગાવીને પરિવાર પાસેથી રૂપિયા વસૂલી લેવામાં આવે છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આ પૈસા ડિજિટલી ટ્રાન્સફર થાય છે છતાં પોલીસ આવી ઘટનાઓને ઉકેલવામાં સક્ષમ નથી.

આ પણ જૂઓ: નોટબંધી પછી મોટો નિર્ણય, હવે બોગસ એકાઉન્ટ ઉપર થશે સર્જિકલ સ્ટ્રાઈક

Back to top button