ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

અમદાવાદમાં લિકર પરમિટ મામલે મહિલાઓ પુરુષો કરતા આગળ

Text To Speech
  • એક દાયકામાં રીન્યુઅલ લિકર પરમિટ સાથે કુલ 20,339 લોકો પાસે લિકર પરમિટ
  • અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 1,277 નવી લિકર પરમિટ અપાઈ
  • રીન્યુઅલ અરજીઓમાં હવે પુરૂષોનું પ્રમાણ 60 ટકાથી ઓછું થઈ ગયું

અમદાવાદમાં મહિલાને લિકર પરમિટ મામલે આંકડો ધ્યાન ખેંચનારો છે. જેમાં શહેરમાં લિકર પરમિટ મેળવવામાં પુરુષોથી મહિલાઓ આગળ છે. પ્રોહિબિશન વિભાગમાંથી અપાતી લિકર પરમિટમાં આવી છેલ્લા 2 વર્ષમાં મહિલાઓ પુરુષોને પાછળ છોડીને આગળ નિકળી ગઈ છે.

અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 1,277 નવી લિકર પરમિટ અપાઈ

2023 અને 2024માં અપાયેલી હેલ્થ પરમિટ એટલે કે લિકર પરમિટમાં પુરૂષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 1,277 નવી લિકર પરમિટ અપાઈ છે. તેમાંથી 690 પરમિટ મહિલાઓને અપાઈ છે. જ્યારે પુરૂષોને 587 પરમિટ અપાઈ છે. અમદાવાદમાં લિકર પરમિટમાં ધીરે ધીરે મહિલાઓ પુરૂષોની નજીક પહોંચી રહી છે.

રીન્યુઅલ અરજીઓમાં હવે પુરૂષોનું પ્રમાણ 60 ટકાથી ઓછું થઈ ગયું

અમદાવાદમાં 2019થી 2024ના મે સુધીમાં કુલ 14,132 લોકોની લિકર પરમિટ રીન્યુ કરવામાં આવી હતી. તેમાં 8115 પુરૂષ અને 6257 મહિલા છે. એક દાયકા પહેલાં અમદાવાદમાં અપાતી લિકર પરમિટમાં 90 ટકા પરમિટ પુરૂષોને અપાતી હતી. પરંતુ મહિલાઓ પણ ધીરે ધીરે લિકર પરમિટ લેવા માંડી તેના કારણે રીન્યુઅલ અરજીઓમાં હવે પુરૂષોનું પ્રમાણ 60 ટકાથી ઓછું થઈ ગયું છે. જ્યારે મહિલાઓનું પ્રમાણ 40 ટકાથી વધારે છે.

2019થી 2022 દરમિયાન છ વર્ષમાં કુલ 275 મહિલાઓને નવી લિકર પરમિટ અપાઈ

અમદાવાદમાં મહિલાને લિકર પરમિટમાં વધારાના આંકડો ધ્યાન ખેંચનારો છે. 2019થી 2022 દરમિયાન છ વર્ષમાં કુલ 275 મહિલાઓને નવી લિકર પરમિટ અપાઈ હતી. જ્યારે છેલ્લાં 2 વર્ષમાં તેના કરતાં લગભગ બમણી મહિલાઓને લિકર પરમિટ અપાઈ છે. અમદાવાદમાં છેલ્લા એક દાયકામાં પરમિટ લેનારાંની સંખ્યામાં પણ જંગી વધારો થયો છે. અમદાવાદમાં 31મી ડિસેમ્બર 2013 સુધીમાં કુલ 11,890 લોકોને પરમીટ આપવામાં આવી હતી. છેલ્લા એક દાયકામાં રીન્યુઅલ લિકર પરમિટ સાથે કુલ 20,339 લોકો પાસે લિકર પરમિટ છે.

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા ઈ-ચલણ ના ભરતા વાહન ચાલકો સામે વસુલાતની કાર્યવાહી

Back to top button