દક્ષિણ ગુજરાતસંવાદનો હેલ્લારો

ગાબાણી કીડની હોસ્પિટલ અને રોટરી ક્લબ સુરત ઇસ્ટ દ્વારા કેન્સર ચેકઅપ કેમ્પ યોજાયો

Text To Speech

ગાબાણી કીડની હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ ના સંયુક્ત ઉપક્રમે હાલમાં વલ્લભ નગર ની વાડી માં કેન્સર ચેક અપ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. આ વિષે વિશેષ માહિતી આપતા ડો. જગદીશ વઘાસીયાએ જણાવ્ય કે લાલ દરવાજા ખાતે આવેલ ગાબાણી કીડની હોસ્પિટલ ના ડો અશ્વિન ગાબાણી ના પૂજ્ય પિતાશ્રીની આઠમી પુણ્યતિથી નિમિતે 35 વર્ષ થી ઉપરની વય મહિલા તેમજ પુરુષો માટે કેન્સર ચેક અપ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમાં રોટરી કલબ ચીખલી દ્વારા મેમોગ્રાફી, એક્સ રે, દાંત ના ચેકઅપ તેમજ લોહીના રિપોર્ટ ની સુવિધા થી સજ્જ મોબાઈલ વાનમાં ચેક અપ ની વ્યવસ્થા કરવામાં આવેલ.

આ અંગે માહિતી આપતા ડો. અશ્વિન ગાબાણી એ જણાવેલ કે પિતાશ્રી ની પુણ્ય તિથી નિમિતે લોકો માં કેન્સર ની અવેરનેસ આવે અને કેન્સરનું વહેલા નિદાન અને સારવાર થાય એ હેતુ થી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના 25 વર્ષ ના અનુભવ ના આધારે જણાવેલ કે હાલ માં પુરુષો માં પ્રોસ્ટેટ કેન્સર ની સંખ્યા ખુબજ જોવા મળે છે આથી દરેક પુરુષો એ પોતાની પચાસ વર્ષ ની ઉમર પછી દર વર્ષે પ્રોસ્ટેટ માટે રીપોર્ટ કરાવવા જોઇએ.

Surat Rortary Club

આ પ્રસંગે કેન્સર ફીઝીસિયન ડો. પ્રિયંકા પટેલે કેન્સર અવેરનેશ વિષે માહિતી આપતા જણાવેલ કે મહિલા ઓ માં સ્તન કેન્સર અને ગર્ભાશય ના કેન્સર ખુબજ જોવા મળે છે અને અત્યારે નાની વયે પણ સ્તન કેન્સર ના કેસો ખુબ વધી રહ્યા છે જે માટે વહેલું નિદાન થાય તો એમની સારવાર પણ થઇ સકે અને કેન્સર વાળા દર્દીઓ પણ સંપૂર્ણ સાજા થઇ શકે છે અને લોકો માં કેન્સર એટલે કેન્સલ એવું માન્યતા દુર થવી જોઈએ. તેમણે જણાવેલ કે દરેક મહિલા ઓએ પોતાના ઘર કામ તેમજ ઘરની સંભાળ માંથી થોડો સમય પોતાના માટે પણ કાઢવો જોઈએ અને 40 વર્ષ પછી દરેક મહિલાઓએ સ્તન કેન્સર તથા ગર્ભાશય ના મુખ ના કેન્સર માટે ની તપાસ રેગ્યુલર કરાવવી જોઈએ.

આ કાર્યક્રમ માં રોટરી સુરત ઇસ્ટ ના પ્રમુખ રો.મહેશ રામાણી ,સેક્રેટરી રો.ચિંતન પટેલ તેમજ ઘણા રોટેરિયન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પ માં આશરે 140 જેટલી મહિલાઓની આઈ બ્રેસ્ટ સ્કેન દ્વારા તપાસ કરવામાં આવેલ અને 60 જેટલી મહિલા ઓ ના પેપ સ્મીયર ની તપાસ કરેલ અને આશરે 65 જેટલા પુરુષો માટે પ્રોસ્ટેટ ના કેન્સર માટે ની પી.એસ.એ ની તપાસ કરેલ અને ૬૦ જેટલા દર્દીઓ ના મોઢા ની તપાસ કરેલ.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અશોકભાઈ ઘેવારિયા, કે.પી. સવાણી, નારાયણભાઈ તેમજ રો.કિશોર બલર એ જહેમત ઉઠાવેલ અને ડો.સુરભી ગાબાણી, ડો.કેતન ધામી, ડો. અમુલખ સવાણી,ડો. ભાવિન પટેલ દ્વારા કેમ્પ માં સેવા આપવામાં આવેલ.

Back to top button