ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

’25 લાખ અને પરિવારને’ પુષ્પા-2ના પ્રીમિયર પર નાસભાગમાં મહિલાના મૃત્યુ પર અલ્લુ અર્જુને દુઃખ વ્યક્ત કર્યું

  • આ મામલે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા એજન્સી અને થિયેટર સામે કેસ નોંધવામાં આવ્યો હતો

HD ન્યૂઝ ડેસ્ક, 7 ડિસેમ્બર: પુષ્પા 2’ થીયેટરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મે બીજા દિવસે 265 કરોડની કમાણી કરી લીધી છે. જો કે લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે, પરંતુ 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં ફિલ્મના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં મચેલી નાસભાગમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું, જેની સારવાર ચાલી રહી છે. આ મામલે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા એજન્સી અને થિયેટર સામે કેસ નોંધવામાં આવ્યો હતો. હવે પહેલીવાર પુષ્પરાજે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. અલ્લુ અર્જુન મહિલાના મૃત્યુથી ખૂબ જ દુઃખી છે. વીડિયો શેર કરીને અલ્લુ અર્જુને મૃતક મહિલાના પરિવારને સપોર્ટ કરવાની વાત કરી છે અને કહ્યું છે કે, તેનું હૃદય ખરાબ રીતે તૂટી ગયું છે. સુપરસ્ટારનું આ નિવેદન તેની સામે કેસ નોંધાયા બાદ આવ્યું છે. તેણે પીડિત પરિવારને જલ્દી મળવાનું વચન આપ્યું છે.

 

4 ડિસેમ્બરે, અલ્લુ અર્જુનના સંધ્યા થિયેટરમાંથી બહાર નીકળ્યા બાદ ફાટી નીકળેલી નાસભાગમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું જ્યારે મહિલાનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. મૃતકના પતિ મોગાદમપલ્લીએ ઘટના માટે અલ્લુ અર્જુનને જવાબદાર ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, જો અલ્લુ અર્જુન અને તેની ટીમ તેને જાણ કરીને થિયેટરમાં આવી હોત તો ન તો તેમના પત્નીનું મૃત્યુ થયું હોત અને ન તો તેમના પુત્રની આવી હાલત થઈ હોત.

પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપશે અભિનેતા

કેસ નોંધાયા બાદ અલ્લુ અર્જુને X પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે, તે મહિલાના પરિવારને વ્યક્તિગત રીતે મળશે. અભિનેતાએ એમ પણ કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં મહિલાનો પરિવાર એકલો નથી. તે તેમની સાથે ઉભો છે. અલ્લુ અર્જુને એમ પણ કહ્યું કે, તે આ લોકો માટે જે પણ કરી શકશે તે કરશે. તે તેમની સાથે ઊભો રહેશે. આ સાથે તેણે કહ્યું કે, તે મૃતક મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપશે. સારવાર અને દવાઓનો તમામ ખર્ચ પણ અમે ઉઠાવીશું.

મહિલાના પરિવારે ગુનો દાખલ કર્યો હતો

સંધ્યા થિયેટરમાં બનેલી ઘટના બાદ મૃતક મહિલાના પરિવારજનોએ ચિક્કાડપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. BNS એક્ટની કલમ 3(5) સાથે કલમ 105 અને 118(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

થિયેટર મેનેજમેન્ટ, અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમને આરોપી બનાવ્યા

સેન્ટ્રલ ઝોનના DCP અક્ષંશ યાદવે કહ્યું કે, ફરિયાદ અનુસાર થિયેટર મેનેજમેન્ટ, અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમારે ઓળખવું પડશે કે તેમની સુરક્ષા ટીમમાં કોણ હાજર હતું અને કોણે લોકોને ધક્કો માર્યો, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ. અધિકારીએ વધુમાં કહ્યું કે, અમે ત્યાં તૈનાત હતા અને પોલીસ તરફથી કોઈ ભૂલ થઈ નથી. તપાસ ચાલુ છે.

આ પણ જૂઓ: ઐશ્વર્યા-અભિષેકના ડિવોર્સની અફવાઓ વચ્ચે સામે આવી કપલની સુંદર તસવીરો

Back to top button