ઐશ્વર્યા-અભિષેકના ડિવોર્સની અફવાઓ વચ્ચે સામે આવી કપલની સુંદર તસવીરો
- ઐશ્વર્યા-અભિષેકના ડિવોર્સની અફવાઓ ઘણા સમયથી ચાલતી રહે છે, પરંતુ તાજેતરમાં સામે આવેલી આ તસવીરો ગોસિપ કરનારાઓની બોલતી બંધ કરી દેશે
6 ડિસેમ્બર, મુંબઈઃ લાંબા સમયથી બચ્ચન પરિવારમાં તણાવના અહેવાલો આવી રહ્યા છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે અણબનાવ અને ડિવોર્સના સમાચાર અથવા કહો કે અફવા ચગતા રહે છે. જો કે, હવે તેમની વચ્ચે બધુ બરાબર હોવાનું દેખાઈ છે. હાલમાં જ અભિષેકે એક ઈન્ટરવ્યુમાં તેની પત્ની ઐશ્વર્યાના વખાણ કરતો જોવા મળ્યો હતો, તો તેના બે-ચાર દિવસ બાદ જ કપલની સુંદર તસવીરો સામે આવી છે. આ કપલની કેટલીક લેટેસ્ટ તસવીરોએ તેમના છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. આ તસવીરોમાં અભિષેક અને ઐશ્વર્યા લાંબા સમય બાદ સાથે જોવા મળે છે અને ખુશીની પળો માણતા જોવા મળે છે.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
ઐશ્વર્યા-અભિષેકની લેટેસ્ટ તસવીરો વાઈરલ
તાજેતરમાં આ કપલ એક ફંક્શનમાં સાથે જોવા મળ્યું હતું. ફિલ્મ નિર્માતા અનુ રંજન અને અભિનેત્રી આયેશા ઝુલ્કાએ તેમના ઈન્સ્ટાગ્રામ પર વેડિંગ ફંકશન અટેન્ડ કરવાની તસવીરો શેર કરી હતી, જેમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સાથે જોવા મળ્યા છે.
View this post on Instagram
તસવીરમાં અભિષેક તેની સાસુ વૃંદા રાય સાથે જોવા મળી રહ્યો છે. એશ સેલ્ફી લઈ રહી છે અને તસવીરમાં પતિ-પત્ની બંને હસતા હસતા પોઝ આપી રહ્યાં છે. બંને વચ્ચે સારો બોન્ડ જોવા મળી શકે છે. એશ બ્લેક અનારકલી સૂટમાં છે અને અભિષેક પણ તેની સાથે બ્લેક ફોર્મલ આઉટફિટમાં ટ્વિનિંગ કરી રહ્યો છે. આયેશા જુલ્કા લાલ સાડીમાં કપલ સાથે સેલ્ફી માટે પોઝ આપતી જોવા મળે છે. અભિષેક-ઐશની આ ખુશીની પળોની તસવીરો જોઈને હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તેમના છૂટાછેડાના સમાચાર માત્ર અફવા છે અને તેમની વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે. તાજેતરમાં જ અભિષેકે પુત્રી આરાધ્યા બચ્ચનની બર્થડે પાર્ટીમાં પણ હાજરી આપી હતી, જેનો એક વાયરલ વીડિયો સામે આવ્યો હતો.
આ પણ વાંચોઃ ‘પુષ્પા 2’ પહેલા જ દિવસે 100 કરોડનો આંકડો પાર કરીને બની વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ