ગુજરાતટ્રેન્ડિંગ

સુરતના આ વિસ્તારને જોડતો 30 વર્ષ જૂનો બ્રિજ સર્વેમાં જોખમી નિકળ્યો

Text To Speech
  • ખાડી બ્રિજનું 40 લાખના ખર્ચે રિનોવેશન હાથ ધરાશે
  • બ્રિજ વાહન ચાલકો માટે જોખમી બની શકે તેવો સર્વે રિપોર્ટ આવ્યો
  • બ્રિજના રિપોર્ટ આવ્યા હતા તે મુજબ રીપેરીંગ કામગીરી થઈ હતી

ગુજરાતના મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બાદ સુરતમાં પણ બ્રિજનો સર્વે હાથ ધર્યો છે. બ્રિજના સર્વે પાલિકા કરી રહી છે અને તેની સાથે બ્રિજની મરામત પણ કરી રહી છે. થોડા સમય પહેલાં જ આ સર્વે કરવામાં આવ્યો હતો ત્યાર બાદ બ્રિજના રિપોર્ટ આવ્યા હતા તે મુજબ રીપેરીંગ કામગીરી થઈ રહી છે.

બ્રિજ જર્જરિત થઈ જતાં વાહન ચાલકો માટે જોખમી બની શકે તેવો સર્વે રિપોર્ટ આવ્યો

હાલમાં વરાછા અને કરંજ ખાતે આવેલ બે ખાડી પુલનું 1.75 કરોડ રૂપિયાના ખર્ચે રીપેરીંગ કામગીરી હાથ ધરવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. સુરત શહેરમાં ફ્લાયઓવર બ્રિજ, રેલવે ઓવરબ્રિજ અને ખાડી પર આવેલા બ્રિજોની સ્થિતિ અંગે નિયમિત સર્વે કર્યા બાદ જરૂરિયાત મુજબ બ્રિજોની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે છે. હાલમાં જ વરાછા વોટર વર્ક્સ પાસે આવેલી ખાડી બ્રિજ અને કરંજમાં સહજાનંદ સોસાયટી અને પુણા ગામને જોડતા બ્રિજ જર્જરિત થઈ જતાં વાહન ચાલકો માટે જોખમી બની શકે તેવો સર્વે રિપોર્ટ આવ્યો હતો.

ખાડી બ્રિજનું 40 લાખના ખર્ચે રિનોવેશન હાથ ધરાશે

30 વર્ષ પહેલાં બનેલો આ બ્રિજના રીપેરીંગ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં વરાછા વોટર વર્ક્સ પાસેના ખાડી બ્રિજનું અંદાજે 1.80 કરોડ અને કરંજમાં સહજાનંદ સોસાયટી પાસે આવેલ ખાડી બ્રિજનું 40 લાખના ખર્ચે રિનોવેશન હાથ ધરાશે. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે તેના પર આગામી શનિવારે નિર્ણય કરાશે.

આ પણ વાંચો: સુરતમાંથી 14 બોગસ ડૉક્ટર પકડાયા, 1200 જેટલી નકલી ડિગ્રી જપ્ત

Back to top button