એજ્યુકેશનટ્રેન્ડિંગવર્લ્ડ

પ્રેમ કેવી રીતે કરવો? ચીનની કોલેજોમાં લવ એજ્યુકેશન ભણાવામાં આવશે, જાણો કારણ

Text To Speech
  • ચીને પોતાની વન ચાઈલ્ડ પોલિસી લાવી તેની વધતી જતી વસ્તીને અંકુશમાં લાવવાનો જે પ્રયાસ કર્યો તે બેકફાયર કરી ગયો

બેઇજિંગ, 5 ડિસેમ્બર: ચીન તેની વૃદ્ધ વસ્તી અને નીચા પ્રજનન દરથી ચિંતિત છે અને તેથી તે આ સમસ્યા સામે લડવા માટે વિવિધ ઉપાયો શોધી રહ્યું છે. પોતાની વન ચાઈલ્ડ પોલિસી લાવી ચીને તેની વધતી જતી વસ્તીને અંકુશમાં લાવવાનો જે પ્રયાસ કર્યો તે હવે તેના પર જ બેકફાયર કરી રહી છે. દેશના યુવાનોમાં લગ્ન અને સંબંધો વિશે નકારાત્મક છબી ઉભી થઈ છે અને તેઓ એકસાથે આવવામાં સંકોચ કરી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ચીને હવે યુવાનોમાં લગ્ન અને સંબંધો પર સકારાત્મક વિચારોને પ્રોત્સાહન આપવાનું આયોજન કર્યું છે. આ અંતર્ગત ચીને યુનિવર્સિટીઓને તેમની કોલેજના વિદ્યાર્થીઓને લવ એજ્યુકેશન એટલે કે પ્રેમના પાઠ ભણાવવા માટે કહ્યું છે. જેથી હવે અહીંની કોલેજોમાં પ્રેમના પાઠ ભણાવવામાં આવશે.

વિદ્યાર્થીઓ શું કારણ આપી રહ્યા છે?

ચાઇના પોપ્યુલેશન ન્યૂઝના એક રિપોર્ટ મુજબ, કોલેજો અને યુનિવર્સિટીઓએ લગ્ન અને લવ એજ્યુકેશનનો અભ્યાસક્રમ આપીને કોલેજના વિદ્યાર્થીઓમાં લગ્ન પ્રત્યે રસ જગાડવો જોઈએ. ચાઇના પોપ્યુલેશન ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ, અહીંના 57% કોલેજના વિદ્યાર્થીઓ સંબંધોને આગળ વધારવામાં રસ ધરાવતા નથી. જેના માટે તેઓ અભ્યાસ અને રોમાંસને સંતુલિત કરવામાં મુશ્કેલીઓ આવી રહી હોવાનો હવાલો આપી રહ્યા છે.

સર્વે મુજબ, પ્રેમ અને લગ્ન અંગે વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક શિક્ષણના અભાવને કારણે વિદ્યાર્થીઓમાં ભાવનાત્મક સંબંધોની સમજણ ઘટી છે. તેણે સૂચવ્યું કે યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને વસ્તીના વલણો, લગ્ન અને બાળજન્મના આધુનિક ખ્યાલો વિશે શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે, ચીનની 1.4 અબજની વસ્તી વૃદ્ધ થઈ રહી છે જે ભવિષ્યમાં સરકારી ખર્ચમાં વધારો કરશે અને અર્થતંત્ર પર દબાણ લાવશે. કોલેજના વિદ્યાર્થીઓ આવનારા વર્ષોમાં પ્રજનન દર વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

Back to top button