ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

Bitcoinએ રચ્યો ઇતિહાસ, એક લાખ ડોલરને પાર પહોંચી કિંમત

Text To Speech
  • ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ક્રિપ્ટોકરન્સી ફ્રેન્ડલી પોલિસી લાવી શકે છે, જેના કારણે બિટકોઈનમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો

HD ન્યૂઝ ડેસ્ક, 5 ડિસેમ્બર: Bitcoinની કિંમત પ્રથમ વખત 1 લાખ ડોલરને વટાવી ગઈ છે. જાન્યુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સની ગાદી સંભાળે તે પહેલાં બિટકોઇનના ભાવમાં તેજી આવી છે. ક્રિપ્ટો ટ્રેડર્સને આશા છે કે, ટ્રમ્પ વહીવટીતંત્ર ક્રિપ્ટોકરન્સી ફ્રેન્ડલી પોલિસી લાવી શકે છે, જેના કારણે બિટકોઈનમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે. બિટકોઈન અને ક્રિપ્ટોકરન્સીની તરફેણમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના નિવેદનને કારણે બિટકોઈનની કિંમતમાં વધારો થયો છે. તેમણે મોસ્કોમાં ઈકોનોમિક ફોરમમાં કહ્યું કે, હવે કોઈ બિટકોઈન અને વર્ચ્યુઅલ એસેટ પર પ્રતિબંધ લગાવી શકશે નહીં.

પ્રથમ વખત કિંમત 1 લાખ ડોલરને પાર 

બિટકોઈનની કિંમત 102,727 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. 5 નવેમ્બરના રોજ US પ્રમુખપદની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી બિટકોઈનનો ભાવ સતત વધી રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને વિશ્વની બિટકોઈન અને ક્રિપ્ટોકરન્સી કેપિટલ બનાવવાનું વચન આપ્યું હતું. પોલ એટકિન્સને SECના વડા બનાવવામાં આવે તેવી શક્યતાને કારણે બિટકોઈનને પણ વેગ મળ્યો છે. 2017થી, એટકિન્સે ડિજિટલ ચેમ્બર ઓફ કોમર્સની સહ-અધ્યક્ષતા કરી છે, જે ડિજિટલ સંપત્તિના ઉપયોગને પ્રોત્સાહન આપતી સંસ્થા છે. પોલ એટકિન્સ ગેરી ગેન્સલરનું સ્થાન લઈ શકે છે, જેને ક્રિપ્ટોકરન્સીના વિરોધી તરીકે જોવામાં આવે છે.

2024માં 134 ટકાનો ઉછાળો આવ્યો હતો

વર્ષ 2024માં બિટકોઈનની કિંમતમાં 134 ટકાનો વધારો થયો છે. જ્યારે 5 નવેમ્બરે પ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદ બિટકોઈનમાં 50 ટકાનો વધારો થયો છે. બર્નસ્ટેઈનના નિષ્ણાતોએ આગાહી કરી છે કે, 2025માં બિટકોઈનની કિંમત 2 લાખ ડોલર થઈ જશે. મતલબ કે,વર્તમાન સ્તરથી આ ક્રિપ્ટોકરન્સીમાં બેવડો વધારો થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં બિટકોઈન રિઝર્વ બનાવી શકે છે, આવી સ્થિતિમાં અત્યારે બિટકોઈનની જોરદાર ખરીદી થઈ રહી છે. તેના કારણે પણ ભાવમાં રેકોર્ડ વધારો થયો છે.

આ પણ જૂઓ: અમેરિકાના એક નિર્ણયથી ઈરાનને લાગ્યો મોટો ઝટકો, ભારત ઉપર પડશે અસર

Back to top button