ઠંડીની સીઝનમાં રાજસ્થાન પણ ફરી શકો છો, અહીં વિકલ્પો ઘણા છે

- જો તમે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો તો તમે આ ઠંડીની સીઝનમાં રાજસ્થાન ફરવાનો લ્હાવો લઈ શકો છો
HD ન્યુઝ ડેસ્કઃ રાજસ્થાનમાં રજાઓ ગાળવા માટે ઘણા લોકપ્રિય સ્થળો છે. ડિસેમ્બરમાં અહીંના પ્રવાસન સ્થળો પર ભારે ભીડ હોય છે. સેંકડો પ્રવાસીઓ જયપુર, ઉદયપુરથી લઈને જેસલમેર અને અન્ય પર્યટન સ્થળોની મુલાકાત લે છે. જો તમે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો તો તમે આ ઠંડીની સીઝનમાં રાજસ્થાન ફરવાનો લ્હાવો લઈ શકો છો. રાજસ્થાનમાં પરિવાર સાથે વિતાવેલો સમય તમારા માટે લાંબા સમય સુધી યાદગાર રહી શકે છે. રાજસ્થાનના સુંદર કિલ્લાઓ, મહેલો અને રણનો આનંદ માણવા માટે શિયાળાની ઋતુ શ્રેષ્ઠ સમય છે. કેમકે અહીં ઉનાળામાં સહન ન કરી શકીએ તેવી ગરમી હોય છે.
રાજસ્થાનમાં જોવાલાયક સ્થળો
જયપુર (પિંક સિટી)
કેમ જવું? જયપુર રાજસ્થાનની રાજધાની છે અને તેને પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તમને ભવ્ય મહેલો, કિલ્લાઓ, હવેલીઓ અને બજારો જોવા મળશે.
શું જોવું: હવા મહેલ, જંતર મંતર, આમેર ફોર્ટ, સિટી પેલેસ, જળ મહેલ
ઉદયપુર (સરોવરોનું શહેર)
શા માટે જશો? : ઉદયપુર તળાવોના શહેર તરીકે ઓળખાય છે. અહીંના સુંદર તળાવો અને મહેલો તમને મંત્રમુગ્ધ કરી દેશે.
શું જોવું: પિચોલા લેક, સિટી પેલેસ, જગ મંદિર, સહેલિયોં કી બારી
જેસલમેર (ગોલ્ડન સિટી)
કેમ જવું? જેસલમેર ગોલ્ડન સિટી તરીકે ઓળખાય છે. અહીંના કિલ્લા અને રણ તમને એક અલગ જ દુનિયામાં લઈ જશે.
શું જોવું: જેસલમેર કિલ્લો, કેટલાક રેતીના ટેકરા, હવેલીઓ
જોધપુર (બ્લુ સિટી)
શા માટે મુલાકાત લેવી? જોધપુરને બ્લુ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંનો મેહરાનગઢ ખૂબ જ પ્રખ્યાત છે.
શું જોવું: મેહરાનગઢ કિલ્લો, ઉમેદ ભવન પેલેસ, મંડોર ગાર્ડન
પુષ્કર
કેમ લેવી મુલાકાત? પુષ્કર એક પવિત્ર શહેર છે અને તેમાં ઘણા મંદિરો છે. અહીં કાર્તિક પૂર્ણિમાનો મેળો ખૂબ જ પ્રખ્યાત છે.
શું જોવું: પુષ્કર તળાવ, બ્રહ્મા મંદિર, સાગાવાડા તળાવ
રણથંભોર નેશનલ પાર્કશા માટે જવું? : રણથંભોર નેશનલ પાર્ક વાઘ જોવા માટે લોકપ્રિય સ્થળ છે.
શું જોવું: વાઘ, ચિત્તો, હરણ, મગર
માઉન્ટ આબુમુલાકાત શા માટે લેવી? માઉન્ટ આબુ રાજસ્થાનનું એક હિલ સ્ટેશન છે. આખું વર્ષ અહીંનું વાતાવરણ ખુશનુમા રહે છે.
શું જોવું: દેલવાડાના દેરા, નક્કી લેક
ડિસેમ્બરમાં રાજસ્થાન ફરવા જાવ તો આ રાખો ઘ્યાન
- કપડાં: રાત ઠંડી હોવાથી ગરમ કપડાં સાથે ખાસ લેજો
- શૂઝ: આરામદાયક પગરખાં પહેરો કારણ કે તમારે ઘણું ચાલવું પડશે.
- સન પ્રોટેક્શનઃ સનસ્ક્રીન, સનગ્લાસ અને ટોપી સાથે રાખો.
- ફૂડ: રાજસ્થાની પરંપરાગત ભોજન જરૂર ટ્રાય કરો.
- મુલાકાતનો સમય: અહીં ફરવા માટે સવારનો સમય શ્રેષ્ઠ છે.
આ પણ વાંચોઃ સાઉથ ઈન્ડિયા એક્સપ્લોર કરવું હોય તો કર્ણાટકની આ જગ્યા પર ફરો, ટ્રિપ બનશે યાદગાર
આ પણ વાંચોઃ ઋષિકેશમાં ઓછા બજેટમાં ટ્રાવેલ કરવું છે? આ જગ્યાઓ પર ફ્રીમાં રહેવા-જમવા મળશે