કેજરીવાલ : ‘આ વિધાનસભાની ચૂંટણી AAP અને BJP વચ્ચે છે, કોંગ્રેસ અને ભાજપ તો…’
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો માટે સૌથી મહત્વનું ફેક્ટર એવા આદિવાસીઓના મત માટે આમ આદમી પાર્ટી દ્વારા આજે વિશેષ જાહેરાતો કરવામાં આવી છે. પોતાના ગુજરાત પ્રવાસમાં આજે આદિવાસીઓને સંબોધતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વની જાહેરાતો કરી છે. તેઓ જામનગર બાદ આજે વડોદરા પહોંચ્યા હતા ત્યા તેમને આદિવાસીઓને સંબંધિત કેટલીક જાહેરાતો કરી છે.
- બંધારણની પાંચમી અનુસૂચિ અને PESA કાયદાનો કડક અમલ, TAC ચેરમેન આદિવાસી હશે
- દરેક આદિવાસી વિસ્તારમાં શાળા
- આદિવાસી વિસ્તારોમાં મોહલ્લા ક્લિનિક/આધુનિક હોસ્પિટલ
- જાતિ પ્રમાણપત્ર કઢાવવાની સરળ પ્રક્રિયા
- આવાસથી વંચિત તમામ આદિવાસીને આવાસ
- દરેક આદિવાસી ગામ/વિસ્તારમાં રોડ
ગુજરાતમાં આવનારી ચૂંટણી AAP અને BJP વચ્ચે છે.
ગુજરાતમાં BJP અને Congress એકરૂપ થઈ ગયાં છે.
એક તરફ ભાજપનું ૨૭ વર્ષનું કુ:શાસન છે તો બીજી તરફ 'આપ'ની નવી રાજનીતિ છે. – @ArvindKejriwal pic.twitter.com/LcGUsyAHIr
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 7, 2022
વડોદરા એરપોર્ટ ખાતે તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, વેપારીઓને ગુજરાતમાં ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. ગુજરાતમાં ખૂબ ભ્રષ્ટાચાર છે અને તેમને કામ કરવામાં મુશ્કેલી પડે છે. આપની સરકાર બનશે તો વેપારીઓને ભય વગર વેપાર કરવાનું વાતાવરણ બનશે. તેમણે કહ્યું હતું કે, પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ વિનામૂલ્યે વીજળીના બિલ આવતા થશે. સાથે જ જેલમાં નાખવાની રાજનીતિ પણ બંધ થવી જોઈએ.
1️⃣બંધારણની પાંચમી અનુસૂચિ અને PESA કાયદાનો કડક અમલ, TAC ચેરમેન આદિવાસી હશે
2️⃣ દરેક આદિવાસી વિસ્તારમાં શાળા3️⃣આદિવાસી વિસ્તારોમાં મોહલ્લા ક્લિનિક/આધુનિક હોસ્પિટલ
4️⃣જાતિ પ્રમાણપત્ર કઢાવવાની સરળ પ્રક્રિયા
5️⃣આવાસથી વંચિત તમામ આદિવાસીને આવાસ
6️⃣દરેક આદિવાસી ગામ/વિસ્તારમાં રોડ pic.twitter.com/esxIHTvMny
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 7, 2022
આ ઉપરાંત પહેલી અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને પર પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતમાં આવનારી ચૂંટણી AAP અને BJP વચ્ચે છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઈલુ-ઈલુ ચાલી રહ્યું છે.જેથી આપ બંનેની એકરૂપતા લોકોની સામે લાવવા માટે આવ્યું છે. તેમજ ભાજપના 27 વર્ષના શાસન પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, એક તરફ ભાજપનું 27 વર્ષનું કુ:શાસન છે તો બીજી તરફ ‘આપ’ની નવી રાજનીતિ છે. જેને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે.
આ પણ વાંચો : કેજરીવાલે ગુજરાતના વેપારીઓ માટે ખોલ્યો વાયદાઓનો પિટારો
આ સાથે જ તેમણે કહ્યું કે, 10 લાખ સરકારી નોકરીની તકો ઉભી કરીશું. તેનું માળખું તૈયાર કર્યું છે, હવામાં વાત કરતાં નથી. સરકારી નોકરીના ફૂટી જતાં પેપર સામે કડક કાર્યવાહી અને આકરી સજાની જોગવાઇ કરીશું. કોર્પોરેટ સેક્ટરમાં ભાઇ-ભત્રીજાવાદ દૂર કરી પારદર્શક રીતે તમામ માટે તકો ખુલી મૂકાશે.