ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ભયનો માહોલ સર્જાયો

Text To Speech
  • બોમ્બની ધમકી મળ્યા બાદ પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે

આગ્રા, 3 ડિસેમ્બર: ઉત્તર પ્રદેશના આગ્રાથી આ સમયના મોટા સમાચાર બહાર આવી રહ્યા છે. આગ્રાના તાજમહેલને આજે મંગળવારે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે અને આગ્રામાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટના બાદ પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ACP તાજ સુરક્ષા સૈયદ અરીબ અહેમદનું કહેવું છે કે, પ્રવાસન વિભાગને ઈમેલ મળ્યો છે. તેના આધારે તાજગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. વધુ તપાસ હાથ ધરી છે.

દરેક ખૂણે કડક સુરક્ષા ગોઠવવામાં આવી

બોમ્બની ધમકી મળતા તરત જ પોલીસ અને પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. તાજમહેલમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની માહિતી મળ્યા બાદ સંકુલમાં તૈનાત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે સ્મારકની તપાસ શરૂ કરી હતી. દરેક ખૂણે-ખૂણે ચેકિંગની સાથે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી હતી.

તાજમહેલ સંકુલમાં સુરક્ષા એજન્સીઓ તૈનાત

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે (BDS) તાજમહેલના ગેટ, તેની આસપાસ અને દશેરા ઘાટ પર તપાસ હાથ ધરી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ પછી તાજમહેલના રસ્તાઓ પર બનાવવામાં આવેલા અવરોધો પર કડકાઈ વધારી દેવામાં આવી હતી. ACP તાજ સિક્યુરિટી અરીબ અહેમદે કહ્યું કે, ઈમેલ મોકલનારની તપાસ કરવામાં આવી રહી છે. BDSને તપાસમાં કંઈ મળ્યું નથી.

આ પણ જૂઓ: મહારાષ્ટ્ર : મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને જ્યુપિટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Back to top button