ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: વિદેશ જવાની ઘેલછામાં યુવકે નકલી પાસપોર્ટ બનાવ્યો અને એરપોર્ટ પર ઝડપાયો

Text To Speech
  • યુવક નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને કાયદાના સકંજામાં ફસાયો
  • ઓનલાઇન ચેક કરતાં પાસપોર્ટ નકલી હોવાનું બહાર આવ્યું
  • એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદમાં વિદેશ જવાની ઘેલછામાં યુવકે નકલી પાસપોર્ટ બનાવ્યો અને એરપોર્ટ પર ઝડપાયો છે. વિદેશ જવાની ઘેલછામાં યુવકો નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને કાયદાના સકંજામાં ફસાતા હોવાના કિસ્સા વધી રહ્યા છે.

યુવકને બનાવટી પાસપોર્ટ આધારે મુસાફરી કરવા જતાં પકડી પાડયો

અમદાવાદ ઇન્ટરનેશલ એરપોર્ટ ઉપર યુવકને બનાવટી પાસપોર્ટ આધારે મુસાફરી કરવા જતાં પકડી પાડયો હતો. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે છેતરપીડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભારતીય પાસપોર્ટ ખોટા હોવાની જાણ છતાં એસ.વી.પી.આઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન ઓફિસર પાસે રજુ કરતાં ભાંડો ફૂટયો હતો. એસ.વી.પી.આઇ ઇન્ટરનેશલ ઉપર ફરજ બજાવતા ઇમિગ્રેશન ઓફિસર પેસેન્જરોના પોસપોર્ટ ચેક કરી રહ્યા હતા આ સમયે માયા સિનેમા પાસે રહેતા યુવકનો પાસપોર્ટ ચેક કરતાં શંકા ગઇ હતી.

ઓનલાઇન ચેક કરતાં પાસપોર્ટ નકલી હોવાનું બહાર આવ્યું

જેથી તેઓએ ઓનલાઇન ચેક કરતાં પાસપોર્ટ નકલી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇને આ બનાવ અંગે પૂછપરછ કરતાં યુવાન ભાંગી પડયો હતો અને યુવાન સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે ગુનો નોંધીને પાસપોર્ટ કયા એજન્ટ મારફતે બનાવડાવ્યો હતો તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: વડોદરા જિલ્લામાં બે હિટ એન્ડ રનની ઘટના બની

Back to top button