ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ઠંડીના ચમકારામાં વધારો, 6 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું

Text To Speech
  • દિવસ દરમિયાન લધુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે
  • છઠ્ઠી ડિસેમ્બર બાદ તાપમાન 14થી નીચે જતાં ઠંડી વધશે
  • વડોદરા-ડાંગમાં 13 ડિગ્રી સાથે સૌથી વઘુ ઠંડી નોંધાઈ

ગુજરાતના વિવિધ શહેરોમાં ઠંડીના ચમકારામાં વધારો થયો છે. જેમાં 6 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. ડિસેમ્બરના પ્રારંભ સાથે જ ઠંડીના ચમકારામાં વધારો થયો છે. જેમાં 6 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. વડોદરા-ડાંગમાં 13 ડિગ્રી સાથે સૌથી વઘુ ઠંડી નોંધાઈ હતી.

છઠ્ઠી ડિસેમ્બર બાદ તાપમાન 14થી નીચે જતાં ઠંડી વધશે

છઠ્ઠી ડિસેમ્બર બાદ તાપમાન 14થી નીચે જતાં ઠંડી વધશે તેવી હવામાન વિભાગની આગાહી છે. તેમજ અમદાવાદમાં 15.4 ડિગ્રી સાથે સરેરાશ લધુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી પાંચ દિવસ અમદાવાદનું લધુત્તમ તાપમાન 15થી 17 ડિગ્રી વચ્ચે રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં 6 ડિસેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીનું જોર વધશે.

દિવસ દરમિયાન લધુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે

જ્યારે 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ડીસા, પોરબંદર, જામનગર, રાજકોટનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 3 દિવસ લધુત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નહીંવત્‌ છે. આ પછી ચાર દિવસ દરમિયાન લધુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

Back to top button