આ દેશમાં સેક્સ વર્કર્સને પણ મળશે મેટરનિટી લીવ સહિતની સુવિધા, બન્યો કાનૂન
બેલ્જિયમ, તા.2 ડિસેમ્બર, 2024: બેલ્જિયમે ઐતિહાસિક પગલું ભર્યું છે. આ દેશ સેક્સ વર્કર્સના અધિકારોને માન્યતા આપનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. આ પગલા સાથે, વેશ્યાવૃત્તિને હવે અન્ય કોઈપણ વ્યવસાયની જેમ ગણવામાં આવશે. સેક્સ વર્કર્સને રોજગારના અન્ય લાભો મળશે.
અહીં સેક્સ વર્કર્સને અન્ય કર્મચારીઓની જેમ આરોગ્ય વીમો, પેન્શન, મેટરનિટી લીવ અને સીક લીવ માટે પણ હકદાર રહેશે. આ કાયદો સેક્સ વર્કર્સને માત્ર કાનૂની સુરક્ષા જ નહીં આપે પરંતુ શોષણ અને અસમાનતા જેવા મુદ્દાઓને ઉકેલવાનો પણ પ્રયાસ કરશે. નવો કાયદો સેક્સ વર્કર્સને માત્ર કાનૂની સુરક્ષા જ નહીં આપે પરંતુ તેમને રોજગાર લાભ પણ આપશે આ નિર્ણય ‘યુટીએસઓપીઆઈ’ (બેલ્ટિયમ યુનિયન ઓફ સેક્સ વર્કર્સ) ના પ્રમુખ વિક્ટોરિયા અને અન્ય વકીલોના સંઘર્ષનું પરિણામ છે.
સેક્સ વર્કર્સના અધિકારો માટેની આ લડાઈમાં વિક્ટોરિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ માને છે કે પ્રૉસ્ટિટ્યૂશન માત્ર એક શ્રમ નથી, પરંતુ તે એક સામાજિક સેવા પણ છે જેના દ્વારા સમાજમાં જાતીય ગુનાઓ ઘટાડવામાં આવે છે.
2022ના વિરોધ પ્રદર્શનની અસર
આ ફેરફાર બેલ્જિયમમાં 2022ના વિરોધ પ્રદર્શન પછી આવ્યો છે. કોવિડ-19 મહામારી દરમિયાન સેક્સ વર્કર્સને સરકાર તરફથી કોઈ મદદ મળી ન હતી. આ વિરોધને કારણે બેલ્જિયન સરકારે સેક્સ વર્કર્સના અધિકારોને માન્યતા આપવાનું વિચારવાની ફરજ પડી હતી. આ પરિવર્તન વિક્ટોરિયા જેવા અગ્રણી વકીલોને કારણે શક્ય બન્યું હતું. તેમણે સેક્સ વર્કરોની કામ કરવાની પરિસ્થિતિ સુધારવા માટે સખત લડત આપી હતી.
બેલ્જિયમમાં સેક્સ વર્કરોની સ્થિતિ
બેલ્જિયમમાં સેક્સ વર્કરોની સ્થિતિ ખરાબ છે. સેક્સ વર્કરો કામ પર અસુરક્ષિત પરિસ્થિતિઓનો સામનો કરે છે. પોલીસ ઘણીવાર તેમને હેરાન કરે છે. વિક્ટોરિયાએ પોતાનો અંગત અનુભવ શેર કર્યો કે કેવી રીતે તેના પર એકવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો. પોલીસે મદદ કરી નહોતી. જે બાદ તેમણે આ ચળવળ શરૂ કરી હતી અને આજે તેનું ફળદાયી પરિણામ આવ્યું હતું.
Video: મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યપ્રધાન નક્કી કરવા નિરીક્ષક બનાવ્યા બાદ રૂપાણીએ શું કહ્યું?
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S