ટ્રાવેલટ્રેન્ડિંગ

ઋષિકેશમાં ઓછા બજેટમાં ટ્રાવેલ કરવું છે? આ જગ્યાઓ પર ફ્રીમાં રહેવા-જમવા મળશે

  • ઋષિકેશમાં યોગ, આધ્યાત્મિકતા અને પર્યટનનો આનંદ માણવા ભારત અને વિદેશમાંથી લાખો પ્રવાસીઓ રજાઓ ગાળવા આવે છે

HD ન્યુઝ ડેસ્કઃ જો તમે ટ્રાવેલિંગના શોખીન છો અને સમયાંતરે પર્વતો અને ધોધ જોવા માટે દિલ્હીની આસપાસના સ્થળોની શોધખોળ કરતા રહો છો, તો આ વખતે ઉત્તરાખંડના ઋષિકેશની મુલાકાત લો. ઋષિકેશમાં તમને માત્ર કુદરતી નજારાની સુંદરતા જ નહીં, બીજું પણ ઘણું બધું મળશે. મુખ્ય વાત તો એ છે કે અહીં તમે ખૂબ ઓછા બજેટમાં ફરી શકશો. તમે તમારી સફરનો મફતમાં આનંદ માણી શકશો. ચાલો જાણીએ ઋષિકેશના આવા 5 સ્થળો વિશે જ્યાં તમે મફતમાં ભોજનની અને રહેવાની સગવડ મળશે. આ જગ્યાઓ જોવામાં પણ એટલી સુંદર છે કે અહીં પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ અહીં રહેવાનું વિચારી રહ્યા છો, તો એડવાન્સમાં રૂમ બુક કરો. બુકિંગ માટે તમે તેમની ઓનલાઈન વેબસાઈટની મદદ પણ લઈ શકો છો.

ઋષિકેશ, ગંગાના કિનારે વસેલું તીર્થસ્થળ છે અને ઉત્તરાખંડના સુંદર શહેરોમાંનું એક છે. યોગ, આધ્યાત્મિકતા અને પર્યટનનો આનંદ માણવા ભારત અને વિદેશમાંથી લાખો પ્રવાસીઓ અહીં રજાઓ ગાળવા આવે છે. ઋષિકેશમાં ગંગાના તટના સુંદર દૃશ્યો ઉપરાંત આસપાસના જંગલો, પર્વતો અને ધોધ જોવા મળે છે. જે અહીં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

ઋષિકેશમાં ઓછા બજેટમાં ટ્રાવેલ કરવું છે? આ જગ્યાઓ પર ફ્રીમાં રહેવા-ખાવા મળશે hum dekhenge news

હેમકુંડ સાહિબ

ઋષિકેશના મુખ્ય બજાર પાસે આવેલા આ ગુરુદ્વારામાં શ્રદ્ધાળુઓ માટે રહેવાની સગવડ છે. અહીં આવતા ભક્તોને ભોજન અને અન્ય સુવિધાઓ ફ્રીમાં મળે છે.

ગીતા ભવન

ઋષિકેશના આ આશ્રમમાં લગભગ 1000 રૂમ છે, જ્યાં રહેવા અને ખાવાની સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે. અહીં આવતા પ્રવાસીઓ ઉપદેશ, સત્સંગ અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શકે છે.

ઋષિકેશમાં ઓછા બજેટમાં ટ્રાવેલ કરવું છે? આ જગ્યાઓ પર ફ્રીમાં રહેવા-ખાવા મળશે hum dekhenge news

પરમાર્થ નિકેતન આશ્રમ

ઋષિકેશમાં ફ્રીમાં રહેવા માટે પરમાર્થ નિકેતન આશ્રમ પણ પસંદ કરી શકો છો. આ આશ્રમ તેના સ્વયંસેવકોને ખાવા-પીવાની સાથે મફત રહેવાની પણ સુવિધા આપે છે. આ આશ્રમ મેઈન માર્કેટ રોડ રામ ઝુલા પાસે છે. રૂમ બુકિંગ માટે તમે તેમની ઓનલાઈન વેબસાઈટની મદદ પણ લઈ શકો છો.

ભારત હેરિટેજ સર્વિસ

ઋષિકેશમાં આવેલી ભારત હેરિટેજ સર્વિસ એ એક યોગ શાળા છે, જ્યાં યોગ, ધ્યાન અને બોડી ડિટોક્સ જેવા કાર્યક્રમો મફતમાં ચલાવવામાં આવે છે. આ હેરિટેજમાં તમને ખાવા-પીવાની અને રહેવાની સુવિધા ફ્રીમાં મળી શકે છે. કોઈપણ વ્યક્તિ સ્વયંસેવક કાર્યક્રમોમાં ભાગ લઈને અહીં મફત રોકાણની સુવિધા મેળવી શકે છે.

ઋષિકેશમાં ઓછા બજેટમાં ટ્રાવેલ કરવું છે? આ જગ્યાઓ પર ફ્રીમાં રહેવા-ખાવા મળશે hum dekhenge news

જયરામ આશ્રમ ઋષિકેશ

ઋષિકેશમાં હરિદ્વાર રોડ પર જયરામ આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં આવતા લોકો માટે દરરોજ રહેવા માટે રૂમ અને મફત લંગર છે. ખાસ વાત એ છે કે આ આશ્રમ ઋષિકેશ શહેરની મધ્યમાં અને ત્રિવેણી ઘાટ પાસે આવેલો છે.

આ પણ વાંચોઃ સફેદ રણ અને તેના સંલગ્ન વિસ્તાર ખાનગી વાહનો માટે Restricted Zone જાહેર

આ પણ વાંચોઃ વિન્ટર સીઝનમાં પંજાબ ફરી લો, આ સ્થળોની લઈ શકો છો મુલાકાત

Back to top button