અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં 14 પીઆઈની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Text To Speech

અમદાવાદ, તા.2 ડિસેમ્બર, 2024: અમદાવાદ શહેરમાં ઘણા સમયથી પીઆઈની બદલીઓની ચર્ચા વચ્ચે આજે 14 પીઆઈની બદલી કરવામાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશ્રરે 14 પીઆઈની આંતરિક બદલીનો હુકમ કર્યો હતો. અચાનક બદલી થતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ઉપરાંત પોલીસ બેડામાં પણ ખળભળાટ મચ્યો છે.

અમદાવાદ શહેરમાં વધતી જતી ક્રાઈમની ઘટનાને લઈ શહેર પોલીસ દ્વારા આ બદલી કરવામાં આવી હોવાની ચર્ચા છે. શહેરમાં છેલ્લા એક મહિનામાં વધી રહેલી ક્રાઇમની ઘટનાઓને ધ્યાનમાં લઈ  પોલીસ કમિશનર દ્વારા 14 PIની બદલી કરવામાં આવી છે.    જેમાં શહેરના ગોમતીપુર, બોડકદેવ, અમરાઇવાડી અને વટવા સહિતના પી.આઇની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.

કોની ક્યાં કરવામાં આવી બદલી

કે બી ગઢવીની વટવાથી ઈઓડબલ્યુ, પી બી ઝાલાની એ ટ્રાફિકથી વટવા, જે પી ચૌધરીની ગોમતીપુર-IIથી એ ટ્રાફિક, કે એમ ભુવાની સાયબર ક્રાઈમથી એલિસબ્રિજ, બી પી સાવલિયાની રખિયાલ-IIથી રામોલ-II, એસ એ ગોહિલની એસજી-2 ટ્રાફિકથી કાગઠાપીઠ, એ એસ પટેલની એસ જી ટ્રાફિકથી બોડકદેવ, આર વી વીંછીની બોડકદેવથી એસજી-1 ટ્રાફિક, ડી વી હડાતની અમરાઈવાડીથી કંટ્રોલ રૂમ, પી એચ મકવાણાની સાયબર ક્રાઈમથી અમરાઈવાડી, એન બી બારોટની કંટ્રોલ રૂમથી સાયબર ક્રાઈમ, યુ એચ વસાવાની એસઓજીથી એસજી-2 ટ્રાફિક, કે પી ચાવડાની ખાડિયાથી એએચટીયુ તથા એસ જે ભાટીયાની એએચટીયુથી ખાડીયા બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ શેરબજારમાં આજે કેટલો આવ્યો ઉછાળો? જાણો કેવી રહી માર્કેટની ચાલ

 તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

 

Back to top button