ટ્રેન્ડિંગધર્મ

સીતા માતા અને રામચંદ્રજીની કૃપા મેળવવા વિવાહ પંચમી પર કરો આ કામ

Text To Speech
  • વિવાહ પંચમી 6 ડિસેમ્બર, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે કેળાના વૃક્ષની પૂજા કરવાથી ભક્તને ભગવાન રામચંદ્રજી અને સીતા માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે

HD ન્યુઝ ડેસ્કઃ આ વર્ષે વિવાહ પંચમી 6 ડિસેમ્બર, શુક્રવાર, 2024ના રોજ ઉજવવામાં આવશે. આ તિથિ દર વર્ષે માગસર મહિનાના શુક્લ પક્ષની પાંચમે આવે છે. આ દિવસે માતા સીતા અને ભગવાન શ્રી રામના વિવાહ થયા હતા. તેમની યાદમાં પૃથ્વી પર કેળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે. સનાતન ધર્મમાં કેળાના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને દેવગુરુ બૃહસ્પતિ સાથે સંબંધિત માનવામાં આવે છે.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

ધાર્મિક માન્યતાઓ અનુસાર વિવાહ પંચમીના દિવસે કેળાના ઝાડની પૂજા કરવાથી ભક્તને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે જે કોઈ પોતાના ઘરના આંગણા કે બગીચામાં કેળનું ઝાડ વાવે છે તેના પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેળાના ઝાડની પૂજા કરવાથી સાધકની કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે. ગુરુને લગ્ન, સંતાન અને ધર્મ માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે. તેથી કેળાના ઝાડની પૂજા કરવાથી ભક્તોની કુંડળીમાં લગ્ન અને સંતાન યોગનું નિર્માણ થાય છે.

સીતા માતા અને રામચંદ્રજીની કૃપા મેળવવા વિવાહ પંચમી પર કરો આ કામ hum dekhenge news

વિવાહ પંચમી પર લગ્ન શુભ કે અશુભ?

સનાતન ધર્મમાં ‘વિવાહ પંચમી’ની તારીખને પુત્રીના લગ્ન માટે શ્રેષ્ઠ તિથિ કહેવામાં આવી છે. માન્યતાઓ અનુસાર, આ તિથિએ પુત્રીના લગ્ન કરવાથી માતા સીતા અને ભગવાન શ્રી રામના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો કે, કેટલાક લોકો એવા છે જેઓ આ દિવસે પોતાની દીકરીઓના લગ્ન કરવા નથી માંગતા, તેનું કારણ રામ અને સીતાનું સંઘર્ષમય જીવન છે.

આ પણ વાંચોઃ ડિસેમ્બરમાં આ દિવસથી બંધ થઈ જશે લગ્નો, એક મહિના સુધી નહિ થાય કોઈ માંગલિક પ્રસંગ

Back to top button