ઈન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) એ પોતાના પ્રથમ નાના રોકેટ ‘સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ’ને આજે લોન્સ કરી દીધુ છે. આ મિશનને SSLV-D1/EOS-02 કહેવામાં આવી રહ્યું છે. ઈસરોના રોકેટ એસએસએલવી D1 (SSLV-D1) એ સવારે 9.18 કલાકે શ્રીહરિકોટાથી ઉડાન ભરી હતી. 500 કિલોગ્રામ સુધી સામાન લઈ જવાની ક્ષમતાવાળું આ રોકેટ એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ -02’ (EOS-02) લઈ જશે, તેમાં માઇક્રોસેટેલાઇટ -2 એ ના નામથી ઓળખવામાં આવે છે. તેનું વજન લગભગ 142 કિલોગ્રામ છે.
#WATCH ISRO launches SSLV-D1 carrying an Earth Observation Satellite & a student-made satellite-AzaadiSAT from Satish Dhawan Space Centre, Sriharikota
(Source: ISRO) pic.twitter.com/A0Yg7LuJvs
— ANI (@ANI) August 7, 2022
બે સેટેલાઈટ મોકલવામાં આવ્યા
આ રોકેટ દ્વારા નીચલી ભ્રમણકક્ષા (પૃથ્વીથી 500 કિમી ઉપર) પર ખૂબ જ ઓછા સમયમાં અને ખર્ચમાં 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહો મોકલી શકીશું. રવિવારના મિશનમાં બે સેટેલાઇટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-02 અને આઝાદીસેટ મોકલવામાં આવ્યા છે
સેટેલાઈટમાં વિદ્યાર્થીઓનો ફાળો
વિદ્યાર્થિનીઓ દ્વારા બનાવવામાં આવેલા સેટેલાઈટ આઝાદી સેટ પોતાની ઉડાન ભરે એ પહેલા તેને ઔપચારિક રીતે તપાસ કરાઈ હતી. આજે સવારે શ્રી હરિકોટા ખાતે આ સેટેલાઈટનું લોન્ચિંગ થયું છે. આ સેટેલાઈટ બનાવવા દેશની 75 શાળાની 750 વિદ્યાર્થિનીઓએ યોગદાન આપ્યું છે. આ તમામ વિદ્યાર્થીનીઓને સેટેલાઈટ લોન્ચિંગ માટે શ્રી હરિકોટા લઈ જવાઈ હતી.
SSLV સેટેલાઈટની ખાસિયત
- SSLV એટલે સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ
- SSLV રોકેટ અંતરિક્ષમાં બે ઉપગ્રહ સ્થાપિત કરશે
- 350 કિમીની ભ્રમણકક્ષામાં ઉપગ્રહ સ્થાપિત કરશે
- પહેલો ઉપગ્રહ 135 કિલોગ્રામ વજનનો છે
- બીજો ઉપગ્રહ 7.5 કિલોગ્રામનો છે