આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગવર્લ્ડસંવાદનો હેલ્લારો

બ્રિટનમાં હવે પોતાની મરજીથી મૃત્યુની અરજી કરી શકાશે, જાણો કેવી રીતે અને શું છે કારણ ?

યુકે: 1 ડિસેમ્બર, યુકેની સંસદમાં એક પ્રાઇવેટ મેમ્બર બિલ પર પર ચર્ચા શરૂ થઈ, જેમાં ગંભીર રીતે બીમાર લોકોને મરવાનો અધિકાર આપવાની જોગવાઈ છે. પ્રસ્તાવિત બિલ અનુસાર, 6 મહિનામાં મૃત્યુ પામે તેવી સંભાવના ધરાવતા વૃદ્ધ લોકો મરવાના અધિકારના હકદાર ગણાશે. તેનો ઉપયોગ કરવા માટે તેઓએ પોતે નિર્ણય લેવો પડશે અને આ માટે તેમનું માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે.

બ્રિટિશ સંસદ આ દિવસોમાં સંસદમાં એક વિચિત્ર કાયદા પર વોટિંગને કારણે ચર્ચામાં છે. આ કાયદો લોકોને સ્વેચ્છાએ મરવાનો અધિકાર આપશે. તેને યુકેનું “આસિસ્ટેડ ડાઇંગ બિલ” નામ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ વાસ્તવિકતાની નજીક એક મોટું પગલું છે. મોટાભાગના સાંસદોએ આ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું. આ બિલમાં પીડિત વ્યક્તિએ સ્વૈચ્છિક રીતે મરણ માટે નિર્ણય લેવો જરૂરી છે. આ નિર્ણય બે સ્વતંત્ર ડૉક્ટરો અને હાઈકોર્ટના જજની મંજુરીથી જ લેવાશે. આ પ્રક્રિયામાં માનવતાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.

જાણો શું છે કારણ ?

બ્રિટિશ સંસદમાં આ દિવસોમાં “Assisted Dying Bill” પર ચર્ચા અને મતદાન ચાલી રહ્યું છે. આ બિલ લોકો માટે સ્વેચ્છાએ મરવાનો અધિકાર આપવા માટે બનાવવામાં આવ્યું છે. બિલ ખાસ કરીને વૃદ્ધ લોકો અથવા તે લોકો માટે છે જેઓ ગંભીર રોગોથી પીડિત છે.  જ્યાં સારવાર અસાધ્ય હોય અને તેઓ પોતાના બાકી જીવનમાં માત્ર પીડા અનુભવી રહ્યા હોય. આ બિલ માનવતાવાદી દ્રષ્ટિકોણે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

શુક્રવારે હાઉસ ઓફ કોમન્સમાં આ બિલ માટે મતદાન યોજાયું હતું, જેમાં 330 સાંસદોએ તેની તરફેણમાં અને 275 સાંસદોએ વિરુદ્ધમાં મત આપ્યા. અહીં સૌથી નવાઈની વાત એ છે કે, જનતા પણ સ્વેચ્છાએ મરવાના અધિકારની માંગ કરી રહી છે. આ બિલ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 6 મહિનાથી ઓછી ઉંમરના અસ્થાયી રૂપે બીમાર પુખ્ત વયના લોકોને યોગ્ય કાયદા હેઠળ તબીબી સહાય સાથે મૃત્યુ પામવાનો અધિકાર આપશે. આ બિલ કાયદો બનવા માટે હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા અનેક સુધારાઓ અને પ્રક્રિયાઓમાંથી પસાર થશે. આ પ્રશ્ને સાંસદોને પાર્ટી લાઈન વિના સ્વતંત્ર રીતે મત આપવાની છૂટછાટ આપવામાં આવી હતી, જે આ નિર્ણયના મહત્વને દર્શાવે છે.

વડા પ્રધાન કીર સ્ટારમર અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે પણ આ બિલના સમર્થનમાં મત આપ્યો હતો. કીર સ્ટારમરના પ્રવક્તાએ આ બિલને “વિવેકનો મુદ્દો” ગણાવ્યો. વિવાદ વચ્ચે, કાયદામાં તે જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ દબાણથી કોઈને ઘાતક દવા લેવાની ફરજ પાડે છે, તો તેને 14 વર્ષ સુધીની કેદ થઈ શકે છે.

આ પણ વાંચો..ગુજરાતમાં સરકારી-ગ્રાન્ટેડ શાળાના ધો. 8 સુધીના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે આ યોજના

Back to top button