ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ગુજરાત ભાજપમાં શોકનો માહોલ: ભાજપના સહપ્રવકતા જયેશ વ્યાસનું થયું નિધન

Text To Speech

ગાંધીનગર, 2 ડિસેમ્બર, ગુજરાત ભાજપના સહપ્રવકતા જયેશ વ્યાસનું દુઃખદ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. અત્યારે ભાજપના સહપ્રવક્તા જ્યેશ વ્યાસના અણધાર્યા નિધનથી ભાજપમાં ઘેરો શોક જોવા મળ્યો છે.  તેમના નિવાસ સ્થાને તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં હતાં પરંતુ રસ્તામાં જ તેમનું નિધન થઈ ગયું હતું.

ગુજરાત ભાજપના સહપ્રવકતા જયેશ વ્યાસનું મોડી સાંજે અવસાન થયું છે. ગાંધીનગરના નિવાસ સ્થાને હાર્ટ એટેક નિધન થતાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં શોકની લાગણી જોવા મળી છે. જયેશ વ્યાસ ઘરે જમ્યા બાદ રાત્રે 9 વાગ્યાની આસપાસ બાથરૂમમાં પડી ગયા હતા. તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમનું મૃત્યુ થયુ હતુ અનેક મીડિયાની ટીવી ડિબેટમાં ભાજપ પક્ષ તરફથી ધારદાર રજૂઆત કરનાર અને મૂળ રાજકોટના જયેશ વ્યાસનું 50 વર્ષની વયે જ અવસાન થયું છે. આજે તેમની અંતિમક્રિયા કરવામાં આવશે.

જયેશ વ્યાસએ ગુજરાત પ્રદેશ ભાજપના સહ-પ્રવક્તા છે અને મૂળ રાજકોટના નિવાસી છે. ટીવીમાં અનેક વખતે ડીબેટમાં તેઓ જોવા મળતા હોય છે. અનેક ટીવી ડિબેટ માં પક્ષ તરફથી ધારદાર રજૂઆત કરનાર મૂળ રાજકોટના જયેશ વ્યાસ ના 50 વર્ષ ની વયે જ અવસાનથી અનેક લોકોને આંચકો લાગ્યો છે.

આ વર્ષની શરૂઆતમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિયુક્ત થયા હતા. જયેશ વ્યાસ પેનલના સભ્ય તરીકે પક્ષનું પ્રતિનિધિત્વ કરવા માટે ગુજરાતની વિવિધ ન્યૂઝ ચેનલો પરની ચર્ચાઓમાં નિયમિત દેખાતા હતા. જયેશ વ્યાસ ગુજરાત ભાજપના બૌદ્ધિક સેલના પૂર્વ કન્વીનર પણ હતા. તેઓ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બોર્ડ સભ્ય પણ હતા. તેઓ બ્રાહ્મણ સંચાર સંસ્થાના પ્રમુખ હતા.

આ પણ વાંચો..દિવ્યાંગ કલ્યાણ યોજના: ૬.૨૦ લાખથી વધુ દિવ્યાંગોને રૂ. ૬૫૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

Back to top button