ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

VIDEO: આફ્રિકન દેશ ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ચાહકો વચ્ચે અથડામણ, 100થી વધુના મૃત્યુ

Text To Speech

નવી દિલ્હી, 2 ડિસેમ્બર: પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. અહીં ચાહકોની એકબીજા સાથે અથડામણ થઈ ગઈ હતી, જેમાં 100થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. ગિનીના બીજા સૌથી મોટા શહેર N’Djarekorમાં રવિવારે ફૂટબોલ મેચ દરમિયાન ચાહકો ઝઘડી પડ્યા હતા, જેમાં ડઝનેક લોકો માર્યા ગયા છે તેમ સ્થાનિક હોસ્પિટલના સૂત્રોમાંથી માહિતી મળી હતી. એક ડૉક્ટરે કહ્યું કે, “હોસ્પિટલમાં જ્યાં સુધી જોવો ત્યાં સુધી મૃતદેહોની કતારો છે. કોરિડોરમાં ઘણા મૃતદેહો ફ્લોર પર પડ્યા છે અને શબઘર ભરેલું છે.”

જૂઓ વીડિયો

 

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 

આ હિંસાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. વીડિયોમાં મેચની બહાર રોડ પર અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર, ગુસ્સે થયેલા દેખાવકારોએ N’Zérékor પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી અને આગ લગાડી હતી.

કયા કારણોસર હિંસા શરૂ થઈ?

એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, મેચ રેફરીએ વિવાદાસ્પદ નિર્ણય આપ્યા બાદ હિંસા શરૂ થઈ હતી. આ પછી ચાહકો ગુસ્સે થઈ ગયા હતા અને ત્યારબાદ ઘણી હિંસા થઈ હતી.” સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આ મેચ ગિનીના જુન્ટા નેતા મમાડી ડૌમ્બોયાના સન્માનમાં આયોજિત ટુર્નામેન્ટનો ભાગ હતો.

આ પણ જૂઓ: Cyclone Fengal/ ચેન્નાઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન લપસી ગયું, જુઓ VIDEO

Back to top button