Cyclone Fengal/ ચેન્નાઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન લપસી ગયું, જુઓ VIDEO
ચેન્નાઈ, 01 ડિસેમ્બર: ચક્રવાતી તોફાન ફેંગલના વિનાશનો સામનો કરી રહેલા તમિલનાડુની રાજધાની ચેન્નઈથી એક ડરામણા સમાચાર સામે આવ્યા છે. જ્યાં ચેન્નાઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન અચાનક એક પ્લેન લપસવા લાગ્યું. જોકે, થોડી જ સેકન્ડોમાં પાયલટે પોતાની સૂઝબૂઝથી વિમાનને ફરી હવામાં ઉડાડી દીધું હતું. જેના કારણે પ્લેન મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયું હતું.
ચક્રવાતી તોફાન ફાંગલને કારણે તમિલનાડુમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરમિયાન, ચેન્નાઈ એરપોર્ટ પર એરક્રાફ્ટના લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી. વાસ્તવમાં, લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવેને અડતા જ તે લપસવા લાગ્યું. આ પ્રસંગે પાયલોટે માત્ર 2-3 સેકન્ડમાં જ ફ્લાઇટને હવામાં ઉડાવી દીધી હતી. જેના કારણે વિમાન એરપોર્ટ પર ક્રેશ થતા બચી ગયું હતું.
रोंगटे खड़े कर देने वाला फ्लाइट लैंडिंग का ये वीडियो चेन्नई एयरपोर्ट का है.. देखिए, कैसे तूफान में फंसा विमान क्रैश होते-होते बचा.. चेन्नई में तूफान आया है.. नाम तो सुना ही होगा, फेंगल.. ये चक्रवाती तूफान तमिलनाडु, पुडुचेरी और चेन्नई के तटीय इलाकों में कहर बरपा रहा है.. इस तूफान… pic.twitter.com/OBUuaJNNFA
— Vivek K. Tripathi (@meevkt) December 1, 2024
તમિલનાડુમાં 20થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે
પ્લેન લેન્ડિંગ અને લપસી જવાનો વીડિયો પણ સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે તમિલનાડુમાં ચક્રવાતી તોફાન ફાંગલના કારણે ખરાબ હવામાનને કારણે 20થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અને 25થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી.
આ પણ વાંચો : બાંગ્લાદેશી દર્દીઓ માટે દરવાજા બંધ, કોલકાતા અને ત્રિપુરાની હોસ્પિટલોએ લીધો નિર્ણય
આ પણ વાંચો :દીકરીના લગ્ન માટે પૈસા જોઈએ છે, ઉધાર લેવાની જરૂર નથી, -આ રહ્યા વિકલ્પો
બાબા વાંગાની ડરામણી ભવિષ્યવાણી: આ દેશમાં શરૂ થશે મુસ્લિમ શાસન, પૃથ્વીના અંતને લઈ કહી આ મોટી વાત
ગુજરાતની આ કંપનીનો આવી રહ્યો છે IPO, 70 લાખ નવા શેર જારી થશે
‘વડાપાવ’ કે ‘ચાની કીટલી’, કયા ધંધામાં છે વધુ કમાણી?
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં