હાઈકોર્ટનો મોટો ચુકાદો, અનામત સામે બોલવું ગુનો નથી


મુંબઈ, તા. 1 ડિસેમ્બર, 2024: બોમ્બે હાઈકોર્ટે જાતિ આરક્ષણ પર ખાનગી વાતચીતમાં કરવામાં આવેલી ટિપ્પણીને એસસી/એસટી એક્ટ હેઠળ ગુનો ગણવાનો ઇનકાર કર્યો હતો. આ આદેશ એક કેસની સુનાવણી દરમિયાન કરવામાં આવ્યો હતો. એક યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરતી વખતે વોટ્સએપ પર આરક્ષણ અને જાતિ અંગે સંદેશ મોકલ્યો હતો.
જજે શું કહ્યું
તે વ્યક્તિએ દાવો કર્યો હતો કે મહિલાએ તેને જાતિવાદી ટિપ્પણીઓ સાથે સંદેશ મોકલ્યો હતો, પરંતુ હાઈકોર્ટે શોધી કાઢ્યું હતું કે તે ફોરવર્ડ મેસેજ હતો અને વ્યક્તિગત વાતચીતનો ભાગ હતો. જજ ઉર્મિલા જોશી-ફાળકેએ જણાવ્યું હતું કે મેસેજમાં એવું કંઈ નથી કે જેનો હેતુ અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત જનજાતિઓની ભાવનાઓનું અપમાન કરવાનો અથવા તેમને ઠેસ પહોંચાડવાનો છે.
હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ખાનગી વાતચીતમાં જાતિ આરક્ષણ પર ટિપ્પણી કરવી, ખાસ કરીને જ્યારે જાહેર મંચ પર ન હોય ત્યારે, એસસી/એસટી અધિનિયમ હેઠળ ગુનો ગણી શકાય નહીં. નીચલી અદાલતે મહિલા સામેના કેસને રદ કરવાને સમર્થન આપ્યું હતું.
ગુપ્ત રીતે લગ્ન કર્યા પછી ખબર પડી કે….
આ કેસ નાગપુર સાથે સંબંધિત છે, જ્યાં 29 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર અને 28 વર્ષીય યુવતીએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. તેમના પરિવારને પણ આ અંગે ખબર પડી નહોતી. જ્યારે મહિલાને ખબર પડી કે પુરુષ અનુસૂચિત જાતિનો છે ત્યારથી તેમના સંબંધમાં કડવાશ આવવા લાગી હતી. આ દરમિયાન મહિલાએ વોટ્સએપ પર એક મેસેજ મોકલ્યો, જેના આધારે પુરુષે મહિલા અને તેના પિતા સામે કેસ દાખલ કર્યો હતો.
હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો
બૉમ્બે હાઇકોર્ટે ચુકાદો આપતાં કહ્યું, અનામતના આધારે કોઈ સમુદાય સામે બોલવું ગુનો નથી. આવા મામલામાં એસસી એસટી એક્ટ અંતર્ગત મામલો નોંધી શકાય નહીં.
આ પણ વાંચો : બાંગ્લાદેશી દર્દીઓ માટે દરવાજા બંધ, કોલકાતા અને ત્રિપુરાની હોસ્પિટલોએ લીધો નિર્ણય
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S