એજ્યુકેશનટ્રેન્ડિંગ

આર્મી ઑડિનેંસ કોર્પ્સમાં આ પદો પર ભરતી થશે, આવતીકાલથી અરજીઓ શરૂ થશે

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક :  આર્મીમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સે જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ, ટેલી ઓપરેટર ગ્રેડ-2, પેઇન્ટર અને ડેકોરેટર, મટીરીયલ આસિસ્ટન્ટ, સિવિલ મોટર ડ્રાઈવર, ફાયરમેન સહિત વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા આવતીકાલે એટલે કે 2 ડિસેમ્બર 2024થી શરૂ કરવામાં આવશે. અરજી પ્રક્રિયા શરૂ થયા પછી, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદથી અરજી કરી શકશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22મી ડિસેમ્બર છે, ઉમેદવારોએ આ તારીખે અથવા તે પહેલાં અરજી કરવાની રહેશે.

કેટલી અને કઈ જગ્યાઓ પર ભરતી થવાની છે
આ ભરતી અભિયાન દ્વારા 700 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં-

  • મૈટેરિયલ આસિસ્ટન્ટ 19 જગ્યાઓ
  • જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ માટે 27 જગ્યાઓ
  • સિવિલ મોટર ડ્રાઈવર માટે 4 જગ્યાઓ
  • ટેલી ઓપરેટર ગ્રેડ-2 માટે 14 જગ્યાઓ
  • ફાયરમેન માટે 247 જગ્યાઓ
  • સુથાર અને જ્વોઈનર માટે 7 જગ્યાઓ
  • પેઇન્ટર અને ડેકોરેટરની 5 જગ્યાઓ
  • MTS માટે 11 જગ્યાઓ
  • ટ્રેડસમેન મેટ માટે 389 જગ્યા

વય મર્યાદા શું છે?
ભરતીમાં, મટિરિયલ આસિસ્ટન્ટ ઓફિસર, સિવિલ મોટર ડ્રાઈવર માટે અરજી કરનારા ઉમેદવારોની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 27 વર્ષ હોવી જોઈએ. જ્યારે, જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ, ટેલી ઓપરેટર ગ્રેડ-2, ફાયરમેન, કાર્પેન્ટર અને જોઇનર, પેઇન્ટર અને ડેકોરેટર, MTS અને ટ્રેડ્સમેન મેટની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. વધુ માહિતી માટે, ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

તમે કેવી રીતે અરજી કરી શકશો?

સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો.
આ પછી ઉમેદવારોએ હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરવાનું રહેશે.
આ પછી ઉમેદવારે રજિસ્ટ્રેશન કરી અને અરજી ફોર્મ ભરવાનું રહેશે.
એપ્લિકેશન પૂર્ણ કર્યા પછી, તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.
આ કર્યા પછી, ઉમેદવારો ફોર્મ ડાઉનલોડ કરી અને પ્રિન્ટઆઉટ લઈ શકે છે

 

આ પણ વાંચો : અમદાવાદઃ નરોડામાં ગટરની સમસ્યાથી કંટાળીને મહિલાનો મેમ્કો કચેરી ખાતે હલ્લાબોલ; 15 દિવસ સુધી સતત રજૂઆતો કરાઈ

Back to top button