અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતહેલ્થ

ગુજરાત સરકાર જાગીઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ “PMJAY- મા” યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ, જાણો શું થયું?

  • સારવારની આડમાં માનવજિંદગી સાથે ચેડાં કરતા ડૉક્ટર કે હોસ્પિટલની ગુનાઈત પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી લેવામાં નહીં આવેઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
  • સ્ટેટ એન્ટી ફ્રોર્ડ યુનિટ (SAFU)ને વધુ સુદ્રઢ કરવામાં આવશે : નવી ટીમ તૈયાર કરી હોસ્પિટલોની સમયાંતરે વિઝિટ કરાવીને રિપોર્ટ મંગાવવામાં આવશે
ગાંધીનગર, 30 નવેમ્બર, 2024: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના જીવલેણ પ્રકરણ બાદ ગુજરાત સરકાર જાગી છે. વડાપ્રધાન જન આરોગ્ય (PMJAY) અને મા યોજના હેઠળ થઈ રહેલા ગંભીર ગફલા ઉપર નિયંત્રણ મૂકવા રાજ્યના આરોગ્યપ્રધાને આજે શનિવારે કેટલાક નિર્દેશ જારી કર્યા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY- મા યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રીએ PMJAY- મા યોજનાની સમગ્ર કામગીરી, વ્યવસ્થાપન, પ્રિ-ઓથ જનરેશનથી લઈ  ક્લેઇમ એપ્રુવલ સુધીની તબક્કાવાર પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવી હતી.

સચોટ અને નિષ્પક્ષ સમાચાર મેળવવા અમારી ચેનલમાં જોડાવા માટે લિંકhttps://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, PMJAY- મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ હોય કે રાજ્યની અન્ય કોઈપણ હોસ્પિટલ, સારવારની આડમાં માનવજિંદગી સાથે ચેડાં કરતા ડોક્ટર કે હોસ્પિટલની આ ગેરરીતિને કોઇપણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં. આ પ્રકારની પ્રવૃત્તિ કરતા લોકો સામે કડકમાં કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવશે. PMJAY- મા યોજનાના પ્રવર્તમાન માળખા,વ્યવસ્થાપન અને કામગીરીને સધન અને સુદ્રઢ બનાવવા તેમજ સિસ્ટમમાં કોઇપણ નાની-મોટી ત્રુટીઓ રહી ન જાય તે પ્રમાણેની કામગીરી હાથ ધરવા તેમણે સૂચના આપી છે.
  • •એન્જીયોગ્રાફી (CAG)  &  એન્જીયોપ્લાસ્ટી (PTCA) પ્રોસીજરની વિગતો દર્શાવતી સીડી (CD) ફરજીયાત પોર્ટલમાં અપલોડ કરવાની રહેશે.આ પ્રોસીજરની સીડી (CD) અપલોડ માટેનું સોફટવર અંતિમ તબક્કામાં
મંત્રીએ વધુમાં જણાવ્યું કે,PMJAY- મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે કાર્ડિયોવાસ્ક્યુલર, કાર્ડિયોલોજી, બાળરોગ, રેડિયો અને કિમોથેરાપી સંદર્ભે નવીન માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે, સ્ટેટ એન્ટી ફ્રોર્ડ યુનિટ (SAFU)ને વધુ સુદ્રઢ કરવા આવશે, તેમજ નવી ટીમ તૈયાર કરી હોસ્પિટલોની વિઝિટ કરાવવામાં આવશે અને વિઝિટ રિપોર્ટ મંગાવવામાં આવશે. નેશનલ એન્ટી ફ્રોડ યુનિટ (NAFU)ને જાણ કરીને રાજ્યની જરૂરિયાત મુજબના સુધારા Triggers માં કરાવવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં વિવિધ પ્રોસીજરસમાં વપરાતા સ્ટેન્ટ અને ઇમ્પલાન્ટસના ક્વોલિટી અંગે તપાસ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
રાજ્ય સરકારના નવા નિર્દેશો મુજબ, એન્જીયોગ્રાફી (CAG)  &  એન્જીયોપ્લાસ્ટી (PTCA) પ્રોસીજરની વિગતો દર્શાવતી સીડી (CD) ફરજીયાત પોર્ટલમાં અપલોડ કરવાની રહેશે. ઉક્ત પ્રોસીજરની સીડી (CD) અપલોડ માટેનું સોફટવર અંતિમ તબક્કામાં છે, જે ટૂંક સમયમાં કાર્યરત થશે. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી/ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા મહિનામાં ઓછામાં ઓછી ૨(બે) હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે. હોસ્પિટલોની કામગીરી મૂલ્યાંકન આધારિત ગ્રેટેશન કરવામાં આવશે.
PMJAY યોજના સંલગ્ન હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી ખાસ પ્રકારની સારવાર માટે દર્દી અને તેઓના સગાને સારવારની વિગતવાર સમજણ આપી તેઓની સંમતિ ઓડિયો-વિડિયો માધ્યમથી ફરજીયાત લેવાની રહેશે તેમ પણ નિર્ધારિત કરવામાં આવ્યું છે.

સચોટ અને નિષ્પક્ષ સમાચાર મેળવવા અમારી ચેનલમાં જોડાવા માટે લિંકhttps://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button