લોકોને મારી સાથે સેલ્ફી તો લેવી હતી, પણ ભાડે મકાન નહોતું આપવુંઃ કલ્કિનો ખુલાસો
- ફિલ્મોમાં તેના ઉત્કૃષ્ટ અભિનય માટે જાણીતી અભિનેત્રી કલ્કિ કોચલીને તાજેતરમાં તેના તૂટેલા લગ્નજીવન અંગે કેટલાક ખુલાસા કર્યા છે
30 નવેમ્બર, મુંબઈઃ ‘યે જવાની હૈ દીવાની’, ‘ગલી બોય’, ઝિંદગી ના મિલેગી દોબારા’ અને ‘દેવ ડી’ જેવી આઈકોનિક ફિલ્મોમાં તેના ઉત્કૃષ્ટ અભિનય માટે જાણીતી અભિનેત્રી કલ્કિ કોચલીને તાજેતરમાં તેના તૂટેલા લગ્નજીવન અંગે કેટલાક ખુલાસા કર્યા છે. કલ્કિએ પ્રખ્યાત નિર્દેશક-નિર્માતા અનુરાગ કશ્યપ સાથે લગ્નના 4 વર્ષ બાદ 2015માં છૂટાછેડા લીધા હતા. હવે તેણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે છૂટાછેડા પછી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
કલ્કીએ ઘર માટે સંઘર્ષ કર્યો
તેણે કહ્યું કે છૂટાછેડા પછી તેને મુંબઈમાં રહેવા માટે ઘર મળતું ન હતું અને કોઈ તેને ભાડે ઘર પણ આપી રહ્યું ન હતું. આ માટે તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. આફ્ટરહોર્સ વિથ ઓલ અબાઉટ ઈવની યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું કે, અનુરાગ અને મારા છૂટાછેડા પછી મારી પાસે બે મોટી ફિલ્મો આવી. એક હતી જિંદગી ના મિલેગી દોબારા અને બીજી યે જવાની હૈ દીવાની. મારી કરિયર માટે પ્રોફેશનલ રીતે દરેક વસ્તુઓ સારી ચાલી રહી હતી, પરંતુ ત્યારે જ મારા ડિવોર્સ થયા.
કલ્કિએ આગળ જણાવ્યું કે ડિવોર્સ પછી તેને મુંબઈમાં રહેવા માટે ઘર નહોતું મળ્યું કારણ કે તે સિંગલ વુમન હતી. તેણે કહ્યું, કોઈ મને ભાડા પર ઘર આપવા માંગતા ન હતા કારણ કે હું એક સિંગવ વુમન હતી. હું પ્રખ્યાત છું, લોકો મારી સાથે સેલ્ફી લેવા માંગે છે, પરંતુ તેઓ મને ઘર આપવા માંગતા નથી.
View this post on Instagram
ડિવોર્સ બાદ દિકરીની મા બની કલ્કિ
કલ્કિ કેકલાં અને અનુરાગ કશ્યપના લગ્ન વર્ષ 2011માં થયા હતા. તેમના પ્રેમની શરૂઆત અનુરાગ કશ્યપ દ્વારા નિર્દેશિત ફિલ્મ દેવ ડી (2008) દરમિયાન થઈ હતી. કલ્કિએ આ ફિલ્મથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ડેટિંગ કર્યા બાદ બંનેએ વર્ષ 2011માં લગ્ન કરી લીધા હતા. તેમના લગ્ન 2011થી 2015 સુધી ચાલ્યા અને ચાર વર્ષ પછી બંનેએ છૂટાછેડા લીધા.
વર્ષ 2019માં, કલ્કિએ તેના ઇઝરાયેલી બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગ સાથે તેની પ્રેગનન્સીની જાહેરાત કરી અને ફેબ્રુઆરી 2020માં તે એક પુત્રીની માતા બની.
આ પણ વાંચોઃ એડ શીરનનું ભારતમાં કમબેક, 2025માં આ છ શહેરમાં કરશે કોન્સર્ટ